ઘીવાળી રોટલી ખાવાથી મળે છે આ 7 ફાયદા


By Hariom Sharma18, Jul 2023 10:00 AMgujaratijagran.com

ઘીમાં ઘણા જરૂરી ન્યૂટ્રિએન્ટ્સ રહેલા હોય છે. આનું સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ગુણકારી છે. આવો જાણી ઘીવાળી રોટલી ખાવાના ફાયદા વિશે.

ઘીના પોષકતત્ત્વો

- ઓમેગા 3 - ઓમેગા 9 - ફેટી એસિડ - વિટામિન એ - કેલ્શિયમ - ફોસ્ફોરસ - મિનરલ -પોટેશિયમ

હેલ્ધી સ્કિન માટે

ઘીવાળી રોટલી ખાવાથી સ્કિનને હેલ્ધી રહે છે. આમા એન્ટિઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને ગ્લોઇંગ બનાવે છે. સાથે કરચલીઓ પણ દૂર થાય છે.

ઈમ્યૂનિટી વધારે

શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા વધારવા માટે ઘીવાળી રોટલી ખાવી. આ વિટામિન કે, ડી અને એથી ભરપૂર હોય છે.

હાડકા મજબૂત બનાવે

ઘીમાં કેલ્શિયમના ગુણો ભરપૂર હોય છે. ઘીવાળી રોટલી ખાવાથી હાડકાને લગતી સમસ્યા ઘટાડી શકાય છે. આનાથી હાડકા મજબૂત બને છે.

પેટના સ્વાસ્થ્ય માટે

રોટલીમાં ઘી લગાવીને ખાવાથી પાચનને લગતી સમસ્યા દૂર થાય છે. આ કબજિચાત, અપચો, ગેસની સમસ્યામાં રાહત અપાવે છે.

મોઇશ્ચરાઇઝ કરે

રોટલીમાં ઘી લગાવીને ખાવાથી તમારી સ્કિન નેચરલી મોઇશ્ચરાઇઝ થાય છે. રોજ તેનું સેવન કરવાથી ત્વચા શુષ્ક રહેતી નથી.

આંખો માટે ફાયદાકારક

ઘીવાળી રોટલી ખાવાથી આંખને લગતી સમસ્યા અને ગ્લૂકોમાં જેવી સમસ્યાનું જોખમ ઘટે છે. ઘીમાં બીટા કેરોટિન હોય છે.

લાંબા વાળ માટે

ઘીમાં વિટામિન એ અને વિટામિન ઈ જેવા પોષકતત્ત્વો રહેલા હોય છે, જે વાળ માટે ફાયદાકારક છે. તમે રોજ ઘીવાળી રોટલીનું સેવન કરી શકો છો. આનાથી તમારા વાળ શાઇને અને સ્ટ્રોંગ બની શકે છે.

વિટામિન B12ની ઉણપ પૂરી કરે છે આ શાકભાજી