વોલ્વો કાર ઈન્ડિયાનું જાન્યુઆરી-માર્ચમાં વેચાણ 38 ટકા વધ્યું


By Nilesh Zinzuwadiya17, Apr 2023 04:35 PMgujaratijagran.com

વોલ્વો કાર ઈન્ડિયાનું વેચાણ

વોલ્વો કાર ઈન્ડિયાએ આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 544 યુનિટનું વેચાણ નોંધાવ્યું છે,જે સમાન અવધિમાં 38 ટકા વધારે છે. ગયા વર્ષે સમાન અવધિમાં 393 યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું.

સૌથી મોટું યોગદાન XC60નું છે

કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે વેચાણ વધવામાં સૌથી મોટું યોગદાન XC60નું છે,જેનું વેચાણ 27 ટકા વધ્યું છે. સ્થાનિક સ્તર પર તૈયાર કરવામાં આવતી હતી.

38 ટકાની વૃદ્ધિ

વૉલ્વો કાર ઈન્ડિયાના વડા જ્યોતિ મલ્હોત્રાએ કહ્યું કે વેચાણમાં 38 ટકાની વૃદ્ધિ થઈ છે. અમારા મોંઘા વાહનોમાં ગ્રાહકોએ ખૂબ જ સારો રસ દર્શાવ્યો છે. આગામી દિવસોમાં અમે વધારે સારી કામગીરી કરશું.

ઈલેક્ટ્રિક મોડલ

કંપની આગામી દિવસોમાં પણ સારા પરિણામો રજૂ કરી શકે છે. કારણ કે કંપની હવે ઈલેક્ટ્રિક મોડલ તરફ વળી રહી છે.

FPIએ એપ્રિલમાં અત્યાર સુધીમાં રૂપિયા 8,767 કરોડનું રોકાણ કર્યું