વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં રૂપિયા 8,767 કરોડનું રોકાણ કર્યું છે.
અમેરિકાના ફેડરલ રિઝર્વની કડક નાણાં નીતિને જોતા FPIના રોકાણ પ્રવાહમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. ઊંચા વ્યાજદરને લીધે FPI રોકાણ પાછુ ખેંચતું હતું
ફેડરલ રિઝર્વની બેઠક સમયે મહત્વના સંકેત મળ્યા હતા. અમેરિકાના નાણાંકીય નીતિની સ્થિરતામાં વિશ્વાસ રજૂ કરતાં આગામી સમયમાં વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો થઈ શકે છે.
ડિપોઝીટરી આંકડા પ્રમાણે FPI 3થી 13 એપ્રિલ દરમિયાન ભારતીય શેરબજારમાં રૂપિયા 8,767 કરોડનું રોકાણ કર્યું છે. આ અગાઉ માર્ચ મહિનામાં FPIએ શેરોમાં રૂપિયા 7,936 કરોડનું રોકાણ કર્યું હતું.
FPI માટે રોકાણને લઈ ભારત સૌથી આકર્ષક માર્કેટ છે. FPIએ અગાઉ વર્ષ 2022-23માં ભારતીય શેરબજારમાંથી રૂપિયા 37,631 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું.