જો તમે પણ આ ભૂલ કરો છો, વજન ઘટવાને લીધે વધવા લાગશે


By Smith Taral01, May 2024 05:26 PMgujaratijagran.com

વજન ઘટાડવા લોકો અવનવા ઉપાયો અજમાવતા હોય છે, અને આ ઉપાયોમાં તેઓ ઘણી બધી ભૂલો પણ કરી બેસતા હોય છે જેના કારણે વજન વધવાની સમસ્યા ઊભી થાય છે. આ સ્ટોરીમાં આપણે એવી આદતો વિશે જાણીશું રહ્યા છીએ જેના કારણે તમારું વજન સતત વધતું રહે છે.

ભોજન છોડવું

વજન ઘટાડવા માટે જો તમે ભોજન છોડી રહ્યા છો તો એ સારી આદત ન ગણી શકાય, આનાથી તમારુ ચયાપચયને ધીમું થાય છે. સ્વસ્થ રહેવા માટે નિયમિત કસરત, સંતુલિત ભોજન લેવું જરુરી છે

પ્રમાણસર ખોરાક

કેટલાક ખોરાકમાં વધુ કેલરી હોઈ શકે છે. આવામાં ભોજનમાં નાની પ્લેટનો ઉપયોગ કરો અને તેમાં કેટલી કેલરી છે તેનું ધ્યાન રાખી તેનું સેવન કરો

માત્ર કાર્ડિયો પર ફોકસ કરો

સ્ટ્રેન્થ ટ્રેનિંગથી મસલ્સ મજબૂત બને છે. દર અઠવાડિયે 2-3 સ્ટ્રેન્થ ટ્રેનિંગ સાથે સાથે કાર્ડિયો કસરત પણ કરો

ઊંઘને અવગણવી

જ્યારે પૂરતી ઊંઘ ન મળે તો શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે જે વજન ઘટાડવામાં અવરોધે છે. આ માટે દરરોજ રાત્રે 7-8 કલાકની ઊંઘ મેળવવી શરીર માટે જરૂરી છે

સ્વીટ ડ્રિંક્સ

ફ્રુટ જ્યુસ પીવા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી, પરંતુ સોડા અને જ્યુસ જેવા ડ્રીન્કમાં પુષ્કળ ખાંડ હોય છે અને તેમાં કેલરી પણ વધુ હોય છે, જે વજન વધારી શકે છે.

ઈમોશનલ ઈટીંગ

તણાવ, નિરાશામાં અનહેલ્ધી ખોરાક ખાવાથી શરીરના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે, અને વજન વધવાનું જોખમ પણ વધે છે.

શરીરમાં લોહીની ઉણપને દૂર કરશે આ પાવરફુલ 10 હેલ્ધી ડ્રિંક્સ