શરીરમાં લોહીની ઉણપને દૂર કરશે આ પાવરફુલ 10 હેલ્ધી ડ્રિંક્સ


By Smith Taral01, May 2024 01:00 PMgujaratijagran.com

શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા જેમાં શરીરમાં લાલ રક્તકણો ઘટવા લાગે છે, આમા શરીરમાં નબળાઈ અને ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળે છે. જો તમને પણ એનિમિયાની તકલીફ હોય તો આજથીજ આ હેલ્ધી ડ્રીન્ક પીવાનું શરુ કરી દો.

બીટનો જ્યુસ

બીટનો જ્યુસમાં આયર્નથી સમૃદ્ધ હોય છે, આ સિવાય તેમાં ફોલેટ અને મેંગેનીઝ જેવા ઘણા પોષક તત્વો પણ રહેલા હોય છે જે તમને એનિમિયા જેવી તકલીફમાં મદદ કરે છે.

આમળાનો જ્યુસ

વિટામિન સી ભરપૂર આમળા, લોહીની ઉણપને દુર કરવામાં મદદ કરે છે આનો રસ પીવાથી શરીરમાં આયર્નને શોષણ સારી રીતે થાય છે

ખજૂરનો શેક

જો તમે એનિમિયા પીડાતા હોવ તો સવાર સાંજ ખજૂરનો શેક બનાવીને પીવાથી તમે અઢળક ફાયદા મેળવી શકો છો, આ ડ્રીન્કમાં સ્વાદ અને આયર્ન બંનેનું મિશ્રણ હોય છે.

શેરડીનો જ્યુસ

શેરડીનો રસ ઉનાળામા પીવા માટે બેસ્ટ ડ્રીન્ક છે, આ શરીરમાં ઠંડક આપવા સિવાય તમને એનિમિયાથી પણ બચાવે છે

દાડમનો જ્યુસ

દાડમમાં આયર્નને શોષવાની પણ સારી ક્ષમતા હોય છે. આ માટે તમારા ડાયેટમાં દાડમના રસનો ચોકક્સપણે સમાવેશ કરો.

વેજી મિક્સ ગ્રીન સ્મૂધી

વેજી મિક્સ ગ્રીન સ્મૂધી પણ હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ છે. તેમાં આયર્ન અને ફાઈબર સહિત તમામ પોષક તત્વો હોય છે.

કોળાનો જ્યુસ

કોળાનો રસ એનિમિયા ઘણો ફાયદાકારક માનવામાં આવે છે, કોળાનો જ્યુસને તમે સવાર સાંજ ક્યારેપણ પી શકો છો

પાલકના જ્યુસ

પાલકને ઘણા પસંદ કરતા નથી, પરંતુ તેમાં ઘણા વિટામીન રહેલા હોય છે, તેમાં આર્યન પણ સારી માત્રામાં રહેલું હોય છે જે એનિમિયા તમને મદદ કરે છે

સફરજનનો જ્યુસ

સફરજન ખાવાની સલાહ બધા ડોક્ટર આપતા હોય છે આ અનેક રોગોને દૂર કરવામાં નિષ્ણાત છે, સફરજનનો રસ દરરોજ પીવાથી હિમોગ્લોબિન વધારી શકાય છે

પ્રૂન જ્યૂસ

પ્રૂન જ્યૂસ સૂકા પ્લમમાંથી બનાવવામાં આવે છે અને અડધા કપ પ્રૂન જ્યૂસમાં 3 મિલિગ્રામ આયર્ન હોય છે. , એનિમિયાથી પીડિત લોકોએ આ રસનું સેવન કરવું જોઈએ.

દૂધ પીવું પસંદ નથી તો કેલ્શિયમ માટે ડાયેટમાં આ 8 વસ્તુઓનો સમાવેશ કરો