દૂધ પીવું પસંદ નથી તો કેલ્શિયમ માટે ડાયેટમાં આ 8 વસ્તુઓનો સમાવેશ કરો


By Smith Taral01, May 2024 12:16 PMgujaratijagran.com

દૂધને કેલ્શિયમનો સૌથી સારો સ્રોત માનવામાં આવે છે, બાળપણમાં જ બાળકને દૂધ પીવડાવવામાં આવે છે જેથી તેના હાડકાનો સારો વિકાસ થઈ શકે. પરતું જો તમને દૂધ પીવું પસંદ ન હો તો, કેલ્શિયમયુક્ત કેટલાક અન્ય ખોરાકનો પણ તમે ડાયેટમાં સમાવેશ કરી શકો છો.

કેલ્શિયમની ઉણપ

કેલ્શિયમની ઉણપથી સૌથી વધુ અસર હાડકા પર પડે છે, હાડકાના વિકાસમાં કેલ્શિયમ સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે. કેલ્શિયમની ઉણપ શરીરમાં ન રહે તે માટે ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જરુરી છે.

ચિયાના બીજ

ચિયાના બીજ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તલ અને ચિયાના બીજમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે.

દહીં

દહીં ખાવાથી પણ શરીરમાં કેલ્શિયમની ઉણપ થતા બચાવી શકાય છે, દહીં પાચન માટે પણ ઘણું સારુ માનવામાં આવે છે

ટોફુ

સોયાબીનના દૂધમાંથી બનાવવામાં આવતું ટોફુ પણ શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરવા તમારી મદદ કરે છે, તમે આને સવારના કે સાંજના નાસ્તામાં ખાઈ શકો છો

ચીઝ

ચીઝ ખાવાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે છે. એક ચીઝ સ્લાઈસમાં 150-180 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.

બદામ

બદામ પણ કેલ્શિયમથી ભરપૂર છે, 100 ગ્રામ બદામમાં લગભગ 264 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે.

કઠોળ

કઠોળ માત્ર પ્રોટીનથી જ નહી પણ કેલ્શિયમથી પણ ભરપૂર હોય છે, આનું નિયમિત સેવન કરવાથી કેલ્શિયમની ઉણપને દૂર કરી શકાય છે.

અંજીર

અંજીરને પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી હાડકા સંબંધિત રોગો દૂર થાય છે.

જો પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો આ 9 વસ્તુઓ ખાવાનું ટાળો