પેકેજ્ડ ફૂડસ જેમ કે બ્રેડ કેક, બિસ્કીટ, જ્યુસ, સોફટ ડ્રીન્ક વગેરેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે જેના સેવનથી વજન વધી શકે છે માટે આ પ્રકારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
ચોખામાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે લોહીમાં સુગર લેવલ વધારે છે, જે પરિણામે વજન વધારવાનું જોખમ વધારે છે.
મીઠું, કેલરી અને ચરબીથી ભરપૂર, બટાકાની ચિપ્સ પેટની ચરબી ઘટાડવાની પક્રીયામા અડચણ ઊભી કરે છે.
સોડા કરતાં પણ ખરાબ છે ડાયેટ કોલ્ડ ડ્રિંક્સ, આ ખૂબજ અનહેલ્ધી માનવામાં આવે છે, તેમાં સુગર મોટી માત્રામાં રહેલું હોય છે જે તમારુ વજન વધારે છે
મેદાની બનેલી વસ્તુઓ જેવી કે બ્રેડ, ડોનટ્સ, પિઝા જેવી વસ્તુઓ પેટના સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી.
ડેરી પ્રોડક્ટસ જેવા કે આઈસક્રીમ, શ્રીખંડ, દહીં, મીઠાઈ વગેરે આ ખાવાથી શરીરમાં ચરબી વધે છે, અને વજન ઘટાડવામાં ખલેલ પહોંચે છે
સમોસા, પકોડા અને કચોરી જેવા નાશ્તાઓ પણ વજન ઘટાડવા માટે યોગ્ય નથી, આ સ્વાદમાં ટેસ્ટી હોઈ શકે છે પરંતુ પેટ માટે બિલકુલ સારા નથી.