મોટાભાગના લોકો રોટલી કરતાં ભાત ખાવાનું વધુ પસંદ કરે છે અને ભાત ખાધા વગર તેઓ રહી શકતા નથી. આ સ્ટોરીમાં આપણે જાણીશું ભાત ખાવાના ઘેરફાયદા વિશે.
ચોખામાં અન્ય ખોરાક કરતાં 10-20 ટકા વધુ આર્સેનિક કેમિકલ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને જેવી કે કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસને જન્મ આપી શકે છે.
જો તમે દરરોજ સફેદ ચોખાનું સેવન કરો છો, તો તમારુ વજન ઝડપથી વજન વધી શકે છે. ચોખામાં મોટી માત્રામાં કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે.
ચોખામાં ફાઈબરની માત્રા ઘણી ઓછી હોય છે જેનાથી તે પચવામાં એટલા સરળ નથી હોતા અને તે પેટમાં અકબંધ રહે છે અને પેટની સમસ્યાઓમાં વધારો કરે છે.
ભાત ખાવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને સુગર લેવલ વધી જાય છે, જેનાથી ડાયાબિટીસનો જોખમ વધી શકે છે
સફેદ ચોખામાં વિટામિન સીની માત્રા ઘણી ઓછી જોવા મળે છે, જેના કારણે તેને ખાવાથી હાડકાંને નુકસાન થાય છે અને હાડકાં બરડ થવા લાગે છે.
બ્રાઉન રાઇસ, સફેદ રાઈસ કરતા ઓછા નુકસાનકારક છે, તે તમારા સ્વાસ્થ્ય પર એટલી નકારાત્મક અસર નથી કરતા.