આ 3 વિટામિનની ઉણપને કારણે બાળકોનુ અભ્યાસમા મન લાગતુ નથી


By Prince Solanki13, Dec 2023 07:31 PMgujaratijagran.com

વિટામિન

બાળકોનો અભ્યાસમા મન ન લાગવુ એ માતાપિતા માટે એક ચિંતાનો વિષય છે. બાળકોનુ અભ્યાસમા ધ્યાન લગાવવા માટે માતાપિતા અવનવા પ્રયોગ કરતા હોય છે. બાળકોનુ અભ્યાસમા મન ન લાગવા પાછળના કારણોમા શરીરમા અમુક વિટામિનની ઉણપ છે. ચલો જાણીએ તે વિટામિન વિશે.

વિટામિન બી 1

વિટામિન બી 1 દિમાગને સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ છે. તે શરીરમા ફેટી એસિડને વધારે છે. સાથે તે બાળકોની આંખોને પણ સ્વસ્થ રાખે છે.

વિટામિન બી 1 ડાયટ

બાળકોમા વિટામિન બી 1 ની ઉણપને દૂર કરવા માટે દાળ, અનાજ, નટ્સ, બીજ વગેરેનુ સેવન કરો.

વિટામિન સી

વિટામિન સીથી તમારા શરીરને સ્વાસ્થ્ય સંબધિત ઘણા ફાયદા મળે છે. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે દિમાગને તેજ બનાવે છે.

વિટામિન સી ડાયટ

બાળકોમા વિટામિન સી ની ઉણપ દૂર કરવા માટે લીંબૂ, આંબળા, સંતરા, પાઈનેપલ વગેરે ડાયટમા સામેલ કરો. આ ઉપરાંત લીલા પાંદડા વાળા શાકભાજી અને શિમલા મરચા પણ ભોજનમા સામેલ કરો.

વિટામિન ડી

વિટામિન ડી હાડકાને સ્વસ્થ રાખે છે તથા તે દિમાગને પણ સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત તે સ્ટ્રેસ અને ડિપ્રેશનની સમસ્યામા રાહત આપે છે. તેની ઉણપથી બાળકોમા સુસ્તી આવી જાય છે.

વિટામિન ડી ડાયટ

બાળકોને અભ્યાસમા મન લાગે અને દિમાગ તેજ બને તે માટે વિટામિન ડી વાળી ડાયટ લેવી જોઈએ. મશરુમ, દહીં, સંતરા, સોયાબીન વગેરેમા વિટામિન ડી ભરપૂર માત્રામા જોવા મળે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

હોટ લાગશે માહિરાના 6 સેસી બ્લાઉજ