વિટામિન Kની કમીથી થઇ શકે છે આ બીમારી, નજરઅંદાજ કરવી પડી શકે છે ભારે


By Sanket M Parekh22, Sep 2023 04:12 PMgujaratijagran.com

ઈન્ટરનલ બ્લીડિંગની સમસ્યા

વિટામિન Kની કમી બ્લડને સાચવવાની ક્ષમતાને ઘટાડી શકે છે. જેના પરિણામે ઈન્ટરનલ બ્લીડિંગ થઈ શકે છે. ઈન્ટરનલ બ્લીડિંગના કારણે હાર્ટ સ્ટ્રોક અને બ્રેઈન હેમરેજનો ખતરો વધી જાય છે.

હીમોફીલિયાની સમસ્યા

વિટામિન Kની કમી હીમોફીલિયાનું કારણ પણ બની શકે છે. આ સમસ્યામાં બ્લડ ક્લોટિંગની પ્રોસેસ મંદ પડી જાય છે. જેના કારણે શરીરમાંથી વહેતુ લોહી ઝડપથી નથી અટકતું.

હાડકાની સમસ્યા

વિટામિન Kની કમી હાડકાને નબળા બનાવે છે. વિટામિન Kની કમી ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર હાડકાની બીમારીનું કારણ હોઈ શકે છે.

કિડની માટે હાનિકારક

વિટામિન Kની કમી કિડનીના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. આ વિટામિનની કમી કેલ્શિયમનું લેવલ અવરોધ છે. જેનાથી કિડની સ્ટોન્સની આશંકા વધી જાય છે.

નબળી ઈમ્યૂન સિસ્ટમ

વિટામિન Kની કમી ઈમ્યૂન સિસ્ટમને નબળી બનાવી શકે છે. જેનાથી શરીર ઈન્ફેક્શન સામે લડવાની ક્ષમતા ગુમાવી શકે છે.

જમ્યા પછી ચા-કૉફી પીવાની આદત આજથી જ બદલો, નહીંતર શરીર પડશે બીમાર