જમ્યા પછી ચા-કૉફી પીવાની આદત આજથી જ બદલો, નહીંતર શરીર પડશે બીમાર


By Sanket M Parekh22, Sep 2023 04:08 PMgujaratijagran.com

સ્ટ્રેસ હોર્મોન્સ વધશે

રાતે જમ્યા પછી ચા-કૉફી પીવાથી તણાવ અને એંગ્ઝાઈટી જેવી સમસ્યા થઈ શકે છે. આમ કરવાથી સ્ટ્રેસ હૉર્મોન્સનું લેવલ વધે છે, જેનાથી ઘણી વખત ગભરામણ જેવી સમસ્યા પણ થઈ શકે છે.

અનિન્દ્રાની સમસ્યા

ચા-કૉફીમાં કેફીનનું પ્રમાણ ખૂબ જ હોય છે. જેના વધારે પડતા સેવનથી સ્લીપ ડિસઑર્ડર થઈ શકે છે. જેથી વધારે ચા-કૉફી પીવાથી ઊંઘ ઓછી આવે છે.

પેટ માટે નુક્સાનદાયક

કૉફીમાં કેફીન હોય છે. જે શરીરમાં વધારે પ્રમાણમાં જવાથી પેટ માટે સમસ્યા સર્જાઈ શકે છે. રાતે જમ્યા પછી ચા-કૉફી પીવાથી એસિડિટી અને હાર્ટ બર્ન જેવી સમસ્યા થઈ શકે છે.

બ્લડ સુગરની સમસ્યા

રાતે જમ્યા પછી ચા-કૉફી પીવાથી બ્લડ સુગર પર પણ અસર થાય છે. ખાસ કરીને સવારે ખાલી પેટ ચા-કૉફી પીવાથી ઈસ્યૂલિનનું લેવલ અસંતુલિત થઈ શકે છે.

ચણા અને ગોળ ખાવાથી શું ફાયદાઓ થાય છે, ચાલો જાણીએ