એક્સપર્ટ ઉષા કિરણ સિસોદિયા અનુસાર, વિટામિન-E શરીર માટે ફાયદેમંદ મનાય છે. જો કે શરીરમાં તેની કમીના કારણે માંસપેશીઓ નબળી પડી જાય છે. આ સાથે જ ડાઈઝેશન સિસ્ટમ પણ ખરાબ થાય છે.
શરીરમાં વિટામિન-Eની કમી થવા પર માંસપેશીઓમાં દુખાવો, ઉભા રહેવામાં તકલીફ થવી અને આળસ અનુભવવા જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે.
વિટામિન-Eની કમીના કારણે શરીરમાં રેડ બ્લડ સેલ્સનું પ્રોડક્શન સ્લો થઈ જાય છે. જેનાથી શરીરમાં લોહીની ઉણપ વર્તાવા લાગે છે.
વિટામિન-E આંખો માટે પણ ખૂબ જ જરૂરી છે. જો કે શરીરમાં તેની કમી થવા પર આંખની દ્રષ્ટી નબળી પડવા લાગે છે. આ ઉપરાંતતે આંખના રેટિનાને પણ પાતળા કરી દે છે.
વિટામિન-E ડાઈઝેશન સિસ્ટમને પણ નબળી પાડે છે. જેનાથી પેટ સાથે સંકળાયેલી અનેક સમસ્યા સર્જાઈ શકે છે. એવામાં શરીરમાં વિટામિન-ઈની કમી ના થવા દો.
શરીરમાં વિટામિન-Eને વધારવા માટે તમે સપ્લીમેન્ટનો ઉપયોગ કરો. આ સાથે જ અનેક દવાઓ પણ તેની ઉણપને દૂર કરી શકે છે. જો કે ડૉક્ટરની સલાહ વિના આવી દવાઓનું સેવન ના કરવું જોઈએ.