વિટામિન ઈ કેપ્સૂલ અને એલોવેરા જેલને ચહેરા પર લગાવવાના ફાયદા


By Prince Solanki28, Dec 2023 06:26 PMgujaratijagran.com

વિટામિન ઈ કેપ્સૂલ અને એલોવેરા જેલ

વિટામિન ઈ કેપ્સૂલ અને એલોવેરા જેલ બન્ને તમારા ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચલો જાણીએ વિટામિન ઈ કેપ્સૂલ અને એલોવેરા જેલને મિક્સ કરીને ચહેરા પર આખી રાત લગાવવાથી મળતા ફાયદા વિશે.

ડેડ સેલ્સ નીકાળે

ચામડીમા જમા થયેલા ડેડ સેલ્સને દૂર કરવા માટે તમે વિટામિન ઈ કેપ્સૂલ અને એલોવેરાના જેલને મિક્સ કરીને આખી રાત ચહેરા પર લગાવી શકો છો. તેમા રહેલા એેંટી ઓક્સિડેંટ ગુણ ચામડી માટે ફાયદાકારક છે.

કોમળતા બનાવી રાખે

ચહેરા પરની ચામડી પરની કોમળતા બનાવી રાખવા માટે તમે વિટામિન ઈની કેપ્સૂલ અને એલોવેરાના જેલના મિશ્રણને લગાવી શકો છો. તેને રાતભર લગાવી રાખવાથી ચામડીની કોમળતા બની રહે છે. આ મિશ્રણ નેચરલ મોઈશ્ચરાઈજર તરીકે કામ કરે છે.

એંટી એંજિગ

વિટામિન ઈ કેપ્સૂલ અને એલોવેરાના જેલને મિક્સ કરીને આખી રાત ચહેરા પર લગાવવાથી વધતી ઉંમર સાથે ચહેરા પર આવતા બદલાવ ધીમા થાય છે. જેના કારણે ચહેરો લાંબા સમય સુધી ચહેરાની સ્કિન જવાન લાગે છે.

ખીલની સમસ્યા દૂર કરે

એંટી બેક્ટેરિયલ અને એંટી ઈફ્લેમેટરી ગુણથી ભરપૂર વિટામિન ઈની કેપ્સૂલ અને એલોવેરા જેલના મિશ્રણને ચહેરા પર લગાવવાથી ચહેરા પર જોવા મળતી ખીલની સમસ્યા દૂર થાય છે.

સોજા દૂર કરે

ચહેરા પર આવતા સોજાને દૂર કરવા માટે વિટામિન ઈ કેપ્સૂલ અને એલોવેરાના જેલને મિક્સ કરીને લગાવી શકાય છે. તેમા એંટી બેક્ટેરિયલ અને એંટી ઈફ્લેમેટરી ગુણ રહેલા હોય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા રહે છે ચીકણા વાળ, તો અપનાવો આ ઉપાય