ઘણીવાર માથુ ધોયા પછી બીજા જ દિવસે જ વાળ ચીકણા થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો.
ઓઈલી વાળના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓ થઈ શકે છે, ઓઈલી વાળની સમસ્યા તમારા વાળમા રહેલી ગંદગીના કારણે થાય છે.
જો તમે ચીકણા વાળની સમસ્યાથી હેરાન છો તો લીંબુ એક સારો વિકલ્પ છે. આ માટે તમારે માથુ ધોવાના એક ક્લાક પહેલા માથાના ભાગમા લીંબુ લગાવી શકો છો. આ રીતે તમે વધારાના ઓઈલ અને ખોડાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
લીમડો વાળને સ્વસ્થ રાખવા માટે એક સારો વિકલ્પ છે. લીમડાના પત્તા ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. લીમડાના ઉપયોગથી વાળમા જોવા મળતી વધારાના ઓઈલની સમસ્યાને દૂર કરવામા મદદ કરે છે.
દહીં વાળ અને ચામડીની સંભાળ રાખવા માટે ઉપયોગી છે. દહીંમા એંટી બેક્ટેરિયલ ગુણ માથાના ભાગને મોઈશ્ચરાઈજર કરવામા મદદ કરે છે. દહીંને અળધો ક્લાક માટે લગાવો અને ત્યારબાદ માથાને ધોઈ નાખો.
વાળની સંભાળ રાખવા માટે શિકાકાઈનો ઉપયોગ કરી શકાય છે. તે નેચરલ ઉપાય તરીકે કામ કરે છે. શિકાકાઈના ઉપયોગથી વધારાના ઓઈલની સમસ્યાને દૂર કરવામા મદદ મળે છે. આ માટે તમે માથુ ધોતા પહેલા શિકાકાઈનો પાઉડરને વાળમા લગાવો.
એપ્પલ સાઈડ વિનેગર વાળમા જોવા મળતી વધારાના ઓઈલની સમસ્યાને દૂર કરે છે. આ માટે તમે એક ગ્લાસ પાણીમા એપ્પલ સાઈડ વિનેગર નાખીને માથા પર લગાવો. પાણી અને એપ્પલ સાઈડ વિનેગરના મિશ્રણને માથામા લગાઈને તેને ધોઈ નાખો.
વાળ માથી વધારાના ઓઈલને નીકળવા માટે તમારે ટામેટાનો રસ નીકાળવાનો છે. ટામેટાના રસને મુલ્તાની માટીમા મિક્સ કરીને માથાના ભાગમા લગાવો. ટામેટાના રસ અને મુલ્તાની માટીના મિશ્રણને થોડીવાર માટે લગાઈને રાખી ત્યારબાદ માથુ ધોઈ નાખો.