ક્યારેક ક્યારેક પૂરતા પ્રમાણમા ઊંઘ ન લેવી માથાના દુખાવાનુ કારણ બની શકે છે, જે ખૂબ જ સામાન્ય વાત છે. જો તમને માથાના દુખાવાની સમસ્યા રોજ રહે છે તો તેનુ કારણ શરીરમા વિટામિનની ઉણપ હોય શકે છે.
ડાયટીશિયન ગરિમા ગોયલના પ્રમાણે શરીરમા ઘણા પોષકતત્વોની ઉણપના કારણે માથાનો દુખાવો થઈ શકે છે. એવામા કેટલીક વસ્તુઓના સેવનથી તમે વિટામિનની ઉણપને દૂર કરી શકો છો.
શરીરમા વિટામિન બી ની ઉણપ સર્જાતા માથાનો દુખાવો થઈ શકે છે. વિટામિન બીની ઉણપને દૂર કરવા માટે કેળા, છાસ, દહીં, દૂધ, પાલક અને ઈંડાનુ સેવન કરી શકો છો.
શરીરમા વિટામિન સીની ઉણપ થતા તે માથાના દુખાવા પાછળનુ કારણ બની શકે છે. વિટામિન સીની ઉણપને દૂર કરવા માટે તમે લીંબુ, સંતરા અને લીલા શાકભાજીને ડાયટમા સામેલ કરી શકો છો.
મેગ્નેશિયમની ઉણપ પણ માથાના દુખાવાનુ કારણ હોય શકે છે. ચોકલેટ, એવોકાડો, નટ્સને ડાયટમા સામેલ કરવાથી શરીરમા મેગ્નેશિયમની ઉણપ દૂર થાય છે.
શરીરમા વિટામિન બી 12 ની ઉણપ માથાના દુખાવાનુ પ્રમુખ કારણ છે. ડેયરી પ્રોડકટ્સ, માંસ તથા ઈંડાના સેવનથી શરીરને વિટામિન બી 12 પ્રાપ્ત થાય છે.