ઠંડીમા વિટામિન ડી અને ગરમી મેળવવા માટે લોકો તડકામા બેસવાનુ પંસદ કરે છે. ક્યારેક વાદળ અને પવનોના કારણે તડકો ઓછો જોવા મળે છે. તેવામા વિટામિન ડીને પ્રાપ્ત કરવુ મુશ્કેલ બની જાય છે.
જો તમે વિટામિન ડીની ઉણપ હોય તો અમુક ફૂડ્સનુ સેવન કરી શકો છો. સામાન્ય રીતે તડકા ઉપરાંત ફળ, શાકભાજી અને અન્ય ખાવા લાયક પદાર્થોમા વિટામિન ડી ભરપૂર માત્રામા હોય છે.
વિટામિન ડીની ઉણપના લક્ષણ શરીરમા અનેક રીતે જોવા મળી શકે છે. તેમા હાડકામા કમજોરી, વાળનુ ખરવુ, મૂડનુ વારંવાર બદલાવુ તથા ચામડી સંબધિત સમસ્યા જોવા મળે છે.
વિટામિન ડી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે રોગપ્રતિકારક શક્તિમા વધારો, વાળનો ગ્રોથ, બ્લડપ્રેશરને કંટ્રોલ, સ્નાયુઓને મજબૂત બનાવવા મદદ કરે છે. ચલો જાણીએ કઈ કઈ વસ્તુઓથી વિટામિન ડીની ઉણપને દૂર કરી શકાય છે.
દૂધમા અનેક પોષકતત્વો રહેલા હોય છે. તેમા વિટામિન ડી પણ ભરપૂર માત્રામા હોય છે. દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી હોય છે.
દૂધની જેમ જ દહીંમા પણ કેલ્શિયમની સાથે વિટામિન ડી ભરપૂર માત્રામા હોય છે. દહીંના સેવનથી હાડકા મજબૂત અને પેટ તંદુરસ્ત રહે છે.
મશરુમમા વિટામિન ડી મળી આવે છે. તમે તેના પણ પોતાના ડાયટમા સામેલ કરી શકો છો. જો મશરુમને ઓછા તેલમા પકાવવામા આવે તો વજન ઓછુ કરવામા મદદરુપ થાય છે.