સ્વસ્થ રહેવા માટે શરીરના બધાજ અંગો સારી રીતે કામ કરવા જરુરી છે, પરંતુ જો તેમા એક પણ અંગ યોગ્ય રીતે કામ ન કરે તો શરીર તમને અમુક સંકેતો આપવા લાગે છે. ચલો જાણીએ કિડની ખરાબ થવાના લક્ષણો વિશે.
કિડની ખરાબ થવા પર ચામડીમા ખંજવાળ અને સૂકાપણુ જેવી સમસ્યા થઈ શકે છે. આ સમયે લોહીમા મિનરલ્સ અને પોષકતત્વોની ઉણપ હોય છે.
માંસપેશિયોમા દુખાવો અને કમજોરી કિડની ખરાબ થવાના લક્ષણ હોય છે. આ સ્થિતિમા બોડીના ઈલેક્ટ્રોલાઈટ્સના સંતુલનને બગાડે છે.
જો તમને લાંબા સમય સુધી પેટમા દુખાવો થાઈ રહ્યો છે તો આ લક્ષણ કિડનીની બીમારીના હોય શકે છે. આ સ્થિતિમા પેટના નીચલા ભાગમા દુખાવો થાય છે.
વધારે પડતો થાક અને કમજોરી પણ કિડનીની સમસ્યાનુ લક્ષણ હોય શકે છે. આ સ્થિતિમા તમને ફોક્સ કરવામા પણ સમસ્યા આવે છે.