વિટામિન ડીની ઉપણના કારણે શરીરમાં ત્વચા અને હાડકાંને લગતી ઘણી સમસ્યા થઇ શકે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવો જાણીએ વિટામિન ડી ઉણપના લક્ષણો.
ઘણી વાર બીમારી જેવું અનુભવ થવો પણ વિટામિન ડીની ઉણપના લક્ષણો છે. વિટામિન ડી ઇમ્યૂનિટીને વધારે છે, જેની ઉણપના કારણે શરીર ઝડપથી બીમાર પડવા લાગે છે.
શરરીમાં વગર કારણે થાક અને કમજોરીની સમસ્યા થવી પણ વિટામિન ડી ઉણપના લક્ષણો છે. શરરીરનું એનર્જી લેવલ લો થવું પણ વિટામિન ડીના ઉપણનું કારણ હોઇ શકે છે.
વિટામિન ડીના કારણે શરીરમાં સતત થાક અને કમજોરીના કારણે તમારા માનસિક સ્વાસ્થ્ય પણ તેની ખરાબ અસર પડે છે. વિટામિન ડીની ઉપણના કારણે ડિપ્રેશનની સમસ્યા પણ થઇ શકે છે.
વાળ કમજોર થવા અને તેના કારણે વધુ માત્રામાં વાળ ખરવા પણ વિટામિન ડીના લક્ષણો હોઇ શકે છે. વિટામિન ડીની ઉણપ વાળને નુકસાન કરે છે, વાળ વધુ ખરવા પર વિટામિન ડી જરૂર ચેક કરાવવું.
શરીરમાં વિટામિન ડીની ઉણપના કારણે ત્વચાને લગતી સમસ્યા થવા લાગે છે. ત્વાચા પર ડાઘા અથવા તો ચકામા પડવા શરીરમાં વિટામિન ડીની ઉણપ દર્શાવે છે.
શરીરમાં વિટામિન ડીની ઉણપના કારણે હાડકાંમાં કમજોરી આવવા લાગે છે. હાડકાં અને સાંધામાં દુખાવા જેવી સમસ્યા પર શરીરમાં વિટામિન ડીની ઉપણ હોઇ શકે છે.