ચશ્મા પહેરનારે નિયમિત આંખોની તપાસ કરાવવી જોઇએ. આખોની દ્રષ્ટિમાં બદલાવ આવી શકે છે, જેના કારણે નવા ચશ્માની જરૂરત પડી શકે છે. આવો જાણીએ ચશ્મા પહેરનાર લોકોએ કંઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.
ચશ્મા બનાવતા સમયે યૂવ પ્રોટેક્ટેડ ચશ્મા કેમ આપવામાં આવે છે? આનું કારણ છે તમારી આંખોને સૂર્યના કિરણોથી બચાવવી પણ જરૂરી છે. વધારે સમય તડકામાં રહેવાથી તમારી આંખો પર સૂર્યના કિરણોની અસર થવા લાગે છે. આ તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે.
ઘણા લોકો આવી ભૂલ કરે છે. તમારા ચશ્મા તૂટી ગયા છે, અને તમે બીજા બનાવતા પહેલા આંખો ચેક નથી કરવાતા તો આ સારી વાત નથી. તમારી આંખોને નુકસાન ના પહોંચ તે માટે જૂના નંબર પર નવા ચશ્મા ના બનાવો.
કેટલાક લોકો કમ્પ્યૂટર પર કામ કરતા સમયે વાંચવાના ચશ્મા જ લગાવી રાખે છે, આવી ભૂલ ના કરો. છપાયેલા શબ્દો અને સ્ક્રિન પર ના શબ્દો બંનેમાં ખૂબ જ અંતર હોય છે. પ્રિન્ટેડ ટેક્સને નજીકથી વાંચી શકાય છે, અને જે ટેક્સ સ્ક્રીન પર છે તેને વધુ દૂરથી વાંચવી પડે છે.
ઘણા લોકો મહિનાઓ સુધી નંબર ચેક નથી કરાવતા. આનાથી તેમની આંખોનો નંબર વધી જાય છે. દરેક ઉંમરે તમારી આંખોનું ચેકઅપ જરૂરી છે. અમૂક હેલ્થ પ્રોબ્લેમ જેમ કે ડાયાબિટીસ તમારા વજનમાં બદલાવ લાવી શકે છે. આ માટે જરૂરી છે કે સમય પર ચેકઅપ કરાવી લો.
કેટલાક લોકો રૂપિયા બચાવવા લો-ક્વોલિટી ચશ્મા ખરીદી લે છં. આવું કરવું આંખો માટે યોગ્ય નથી. જો તમે લો-ક્વોલિટીવાળા ચશ્મા કલાકો સુધી પહેરી રાખો છો તો તમને કાનની પાછળ અને નાકમાં દુખાવો થવા લાગે છે. ધીમે ધીમે આનાથી માથાનો દુખાવો થવા લાગે છે.