અનહેલ્ધી લાઇફ સ્ટાઇલ અને ઝંક ફૂડ્સ ખાવાથી શરીરમાં ટોક્સિન્સ ભેગુ થવા લાગે છે. આખા બોડીને ડિટોક્સ કરવા માટે પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરીને સેવન કરો.
હળદરમાં ઘણા પોષકતત્ત્વો રહેલા હોય છે, જે બોડી ડિટોક્સ કરે છે. આ માટે બે ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરીને ઉકાળો. પાણી અડધુ થવા પર તેનું સેવન કરવાથી ટોક્સિન્સ બહાર નીકળે છે.
બે ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણા બીજ મિક્સ કરીને ઉકાળી લો. પાણી અડધુ થવા પર ગાળીને ખાલી પેટ સેવન કરવાથી શરીરની ગંદકી સાફ થાય છે અને વજન ઘટવામાં સરળતા રહે છે.
ફુદીનાવાળુ પાણી બોડીના ટોક્સિન્સનો સફાયો કરી શકે છે. પાણીમા ફુદીનાના પાંદડા મિક્સ કરીને ઉકાળો. પાણીની માત્રા ઓછી થવા પર ગાળીને સેવન કરવાથી બોડી ડિટોક્સ કરી શકો છો.
મેથીના બીજનું પાણી ઉકાળીને પીવાથી બોડીના ટોક્સિન્સથી રાહત મળી શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના બીજ મિક્સ કરીને ઉકાળો. રંગ બદલાયા બાદ પાણીને ગાળી તેનું સેવન કરો.
આખા બોડીને ડિટોક્સ કરવા માગો છો તો, ખાલી પેટ લીંબુનું પાણી પીવો. નવશેકા પાણીમાં એક લીંબુનો રસ અને ફુદીનાના પત્તા મિક્સ કરીને પીવાથી બોડીમાં જમા ગંદકી સાફ કરી શકો છો.
પાણીમાં ખીરા, સફરજન, નારંગી અથવા સ્ટ્રોબેરી જેવા ફળોના ટૂકડા, ફુદીના અથવા તુલસીના પત્તા અને લીંબુના ટૂકડા મિક્સ કરીને 2થી 3 કલાક સુધી સ્ટોર કરો. ત્યાર બાદ આ પાણીનું સેવન કરવાથી બોડી ડિટોક્સ કરી શકાય છે.