જો તમે હેયર ગ્રોથ વધારવા માંગતા હોવ તો આ 10 વિટામીન-Cથી ભરપુર ફળોનું સેવન કરો


By Smith Taral23, Feb 2024 04:11 PMgujaratijagran.com

વિટામીન-C વાળ ગ્રોથને વધારવા માટે એક જરુરી તત્વ છે, જે કોલેજન પ્રોડ્યુસ કરવામાં અને વાળની મજબુતાઈ વધારવામાં મદદ કરે છે. જો તમે વાળનો ગ્રોથને સારો કરવા માંગતા હોવ તો વિટામીન-C વાળા ફળોને તમારા ડાયેટમાં સમાવેશ કરો.

નારંગી

નારંગીમા વિટામીન-C સિવાય એન્ટી ઓક્સિડન્ટ પણ સારી માત્રામાં રહેલું હોય છે જે ઓક્સીડેટીવ સ્ટ્રેસ સામે લડવામાં તમને મદદ કરે છે. આ વાળને ડેમેજ થતા અને વાળને ખરતા રોકે છે.

જામફળ

આ ફળમાં સૌથી વધું વિટામીન-C રહેલું હોય છે, આના સેવનથી કોલેજોનનું પ્રોડક્શન વધે છે અને હેયર ગ્રોથ સારો થાય છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી સ્વાદીષ્ટ ફળ સાથે તેમાં વિટામીન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. આ કોલેજન સીન્થેસીસને પ્રમોટ કરે છે અને સાથે હેર ફોલીક્લસને પણ મજબૂત કરે છે જે વાળના સ્વાસ્થ્યને જાળવી રાખે છે.

કીવી

કીવી એક બીજુ વિટામીન-Cથી ભરપૂર ફળ છે જે આર્યનને શરીરમા શોષણ કરવામાં મદદ કરે છે જે હે્લ્ધી હેયર ગ્રોથ માટે ફાયદાકારક છે.

પપૈયા

વિટામીન- C સિવાય પપૈયામાં બીજા પણ પોષકતત્વો જેવા કે વિટામીન A, ફોલેટ જે હેયર ગ્રોથ અને સકાલ્પના સ્વાસ્થ્યમાં મદદરુપ થાય છે્

અનાનસ

અનાનસમાં વિટામીન સી અને એન્ઝાઈમ બ્રોમેલીયન જે તમારા સ્કાલ્પ સર્ક્યુલેશન સારુ કરે છે અને હેયર ગ્રોથને વધારે છે.

કેરી

કેરી માત્ર ટેસ્ટી જ નહી પણ વિટામીન સી થી પણ ભરપૂર હોય છે. આ કોલેજન પ્રોડક્શન વધારે છે જે સારા હેયર ગ્રોથમા ભાગીદાર બને છે.

ગ્રેપફુટ

આ પણ એક સીટ્રસ ફુટ્ છે જેમાં ઊંચી માત્રામા વિટામીન C હોય છે. ગ્રેપફ્રુટના સેવનથી હેયર ફોલીકલ્સને મજબૂત થાય છે જે પરિણામે તમારા હેયર ગ્રોથમાં મદદ કરે છે.

લીંબુ

લીંબુના પાણી પીવાથી અથલા લીંબુંના રસને તમારા ડાયેટમાં સમાવેશ કરવાથી સ્કાલ્પ હેલ્થ સારી થાય છે અને હેયર ગ્રોથને સારુ કરે છે.

આમળા

આમળા વિટામીન સી નો ઘણો સારો સ્રોત છે. આયુર્વેદમાં હેયર ગ્રોથ માટે આમાલાનું સેવન કરવા માટે કહેવામાં આવે છે, આ હેર ફોલીક્લસનેે મજબૂત કરે છે અને વાળ સફેદ થતા અટકાવે છે.

શા માટે યુવાનોને હાર્ટ અટેક આવી રહ્યા છે?