હદય રોગ જેવી બીમારી વધુ વૃધ્ધોમાં અને મોટી ઉંમરના લોકોને જોવા મળતી હોય છે, પણ છેલ્લા કેટલાય સમયથી યુવાનોમા પણ આ બીમારી જોવા મળી રહી છે અને તેમાં જીવ પણ ગુમાવી રહ્યા છે. ચાલો જાણીએ એવા કારણો વિશે જેનાથી યુવાનો હાર્ટ સંબધિત બીમારીયોથી પીડાઈ રહ્યા છે.
કસરત ન કરવી, જાડાપણું અને ધુમ્રપાન જેવી ખરાબ આદતોના લીધે યુવાનો હાઈ બ્લડ પ્રેશરના શિકાર બની રહ્યા છે. જણાવી દઈએ કે બ્લડ પ્રેશર વધવાથી સ્ટ્રોક અને હાર્ટ ફેઈલયર થવાનું જોખમ વધી જાય છે.
કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી હાર્ટ સંબધિત બીમારી થવાની શક્યતા વધી જાય છે. આવામાં યુવાનોએ હેલ્ધી ખોરાક અને રોજ કસરત કરવી જોઈએ
સ્મોકીંગ કરવાની આદત પણ હાર્ટ સંબધિત બીમારી થવા પાછળ જવાબદાર છે, જો તમે તમારા હાર્ટને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો દારુ અને સિગરેટ જેવી વસ્તુઓથી દૂર રહો.
શરીરમા વઘું પડતી ચરબી હાર્ટ સંબધિત બીમારીનું પ્રમુખ કારણ હોઈ શકે છે. આ સિવાય વધું પડતું વજન હાઈ બ્લડ પ્રેશર અને ટાઈપ-2 ડાયાબિટીઝ જેવા જોખમને પણ વધારે છે.
વધતું જતું હવા પ્રદુષણ પણ હાર્ટ અટેક થવાનુ જોખમ વધારે છે, આવામાં યુવાનોએ હાર્ટનું ચેક અપ કરાવતા રહેવું જોઈએ