સ્કિન કેર માટે વિટામિન સી ખૂબ જ ફાયદાકારક છે. શરીરમા વિટામિનની ઉણપ સર્જાતા ફળો ખાવાની સલાહ આપવામા આવે છે, પરંતુ શુ તમે જાણો છો કે વિટામિન સી યુક્ત ફળોનો ચહેરા પર ઉપયોગ કરવાથી ચહેરાની ચામડી પર નેચરલ ચમક આવે છે.
વિટામિન સી શરીરમા રહેલા ફ્રિ રેડિકલ્સને બહાર નીકાળે છે. વિટામિન સી કોલેજનના પ્રોડ્કશન, ડેડ સેલ્સને દૂર કરવામા મદદ કરે છે. ચલો જાણીએ કે ચામડીની ચમક લાવવા માટે ક્યા ફળોનો ઉપયોગ કરી શકાય છે.
સંતરામા વિટામિન સી અને ફાઈબરની સારી એવી માત્રા હોય છે. તે શરીરમાથી ટોક્સિનને બહાર નીકાળવામા મદદ કરે છે. સંતરા ખાવાથી શરીર અંદરથી સાફ થાય છે અને ચામડીમા નેચરલ ચમક આવે છે. આ માટે તમે સંતરાનો જ્યૂસ , પેસ્ટ અથવા તો તેની છાલ ચહેરા પર લગાવી શકો છો.
લીંબૂનો ઉપયોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમા રહેલા એંટી સોપ્ટિક ગુણ શરીરમા રહેલા બેક્ટેરીયાને ખતમ કરે છે. લીંબૂ ચહેરા પરના દાગ, ખીલ અને ધબ્બાને દૂર કરે છે.
ગ્રેપફ્રૂટમા વિટામિન સી, એંટી ઈફ્લેમેટરી તત્વ હોય છે. તે ચામડીને સ્વસ્થ રાખે છે. તેના સેવનથી ચામડીમા ચમક આવે છે. આ માટે તમે ગ્રેપફ્રૂટના માવો નીકાળી લો ત્યારબાદ તેમા મધ ઉમેરીને તેનુ પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો.
બીટમા વિટામિન સી, ફેટ, ફાઈબર, પ્રોટીન જેવા પોષકતત્વો હોય છે. તે સ્વાસ્થ્યની સાથે ચામડીને પણ સારી રાખે છે. તમે તેનો ઉપયોગ દાગ વગરની અને ચમકતી ચામડી માટે કરી શકો છો.