વિટામિન-Cની કમીને દૂર કરશે આ હેલ્ધી ડ્રિન્ક


By Sanket M Parekh24, Nov 2023 04:10 PMgujaratijagran.com

શરીર માટે વિટામિન-C કેમ જરૂરી?

વિટામિન-C શરીરની ઈમ્યૂનિટીને મજબૂત બનાવે છે. જે તમને ખાંસી, કફ અને સિઝનલ ફ્લૂ સામે લડવામાં મદદ કરે છે.

ખીરાનો જ્યૂસ પીવો

શરીરમાં વિટામિન-Cની કમી પૂરી કરવા માટે ખીરાનો જ્યૂસ પીવો. ખીરામાં ખનિજ અને ઈલેક્ટ્રોલાઈટ્સનું પ્રમાણ વધારે હોય છે. જે શરીરમાં પાણીની ઉણપ નથી થવા દેતુ. આ સાથે જ તેને પીવાથી વજન પણ ઓછું થાય છે.

ફૂદીનાનો જ્યૂસ

ફૂદીનાનો જ્યૂસ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. જેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં વિટામિન-Cની કમી દૂર થાય છે. આ ઉપરાંત ફૂદીનામાં રહેલ એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ તાવમાં આરામ અપાવે છે.

લીંબુ

લીંબુ વિટામિન-Cનો સારો સ્ત્રોત છે. જેનું ડ્રિન્ક બનાવીને પીવાથી શરીરની ઈમ્યૂનિટી મજબૂત બને છે. આ સાથે જ તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

ટામેટાનો જ્યૂસ

ટામેટાનો જ્યૂસ શરીરમાં વિટામિન-Cનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત ટામેટા સ્કિન માટે પણ ફાયદેમંદ છે.

પુરુષો માટે ખૂબ જ ફાયદેમંદ છે લસણ, આવી રીતે કરો સેવન