પુરુષો માટે ખૂબ જ ફાયદેમંદ છે લસણ, આવી રીતે કરો સેવન


By Sanket M Parekh24, Nov 2023 04:02 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર

લસણની અંદર એલિકિન તત્વ મળી આવે છે. આ ઉપરાંત તે એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણોની સાથે વિટામિન- બી, સી, સેલેનિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમથી ભરપુર હોય છે.

ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનથી બચાવે

દરરોજ લસણની એક કળી ખાવાથી પુરુષ પોતાને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યાથી બચાવી શકે છે. લસણની અંદર મળી આવતુ એલિસિન તત્વ પુરુષોના મેલ હોર્મોનને ઠીક કરવામાં મદદ કરે છે. જ્યારે અન્ય પોષક તત્વો સ્પર્મ ક્વોલિટી સુધારે છે.

બોડી ડિટોક્સ

લસણની મદદથી શરીરમાં રહેલ ઝેરી પદાર્થ બહાર નીકળી શકે છે. લસણ બૉડી ડિટોક્સ કરવા માટે બેસ્ટ ઑપ્શન છે. એવામાં દરરોજ રાતે સૂતા પહેલા શેકેલું લસણ જરૂર ખાવું જોઈએ.

બ્લડ પ્રેશર

જે પુરુષોને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય, તેમણે લસણનું સેવન કરવું જોઈએ. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

પેટ સાફ કરે

જો તમને પાચન સબંધી સમસ્યા હોય, તો લસણ ફાયદેમંદ નીવડી શકે છે. લસણ પેટ સાફ રાખવાનું કામ કરે છે.

યુરિન ઇન્ફેક્શન : શા માટે પેશાબ પીળો હોય છે? જાણો શું સંકેત આપે છે