ડિનરમાં આ વસ્તુઓ ખાઓ, રોકેટની ગતિએ વધશે B12


By Jivan Kapuriya07, Oct 2025 12:32 PMgujaratijagran.com

વિટામિન બી12 શરીરમાં કેમ જરૂરી છે?

રક્ત કોષોનું નિર્માણ: તે લાલ રક્ત કોષો (RBC) બનાવવામાં મદદ કરે છે, જે ઓક્સિજનને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડે છે. નર્વસ સિસ્ટમનું સ્વાસ્થ્ય સુગમ બનાવે છે. DNA અને RNA નું ઉત્પાદન: તે કોષ વિભાજન અને વારસાગત પદાર્થોના નિર્માણમાં મદદ કરે છે. એનર્જી મેટાબોલિઝમ: તે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટને એનર્જીમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે.

વિટામિન બી12ની ઉણપથી શું થાય છે?

થાક, કમજોરી, ચક્કર આવવું, શ્વાસ લેવામાં તકલીફ. હાથ-પગમાં સુનવાળું, યાદશક્તિ નબળી પડવી, ચાલવામાં તકલીફ, ડિપ્રેશન. હોમોસિસ્ટીનનું સ્તર વધવું, જે હાર્ટ અટેકનું જોખમ વધારે છે.

શાકાહારી ખોરાક

ડિનરમાં કેટલાક શાકાહારી ખોરાકનું સેવન કરીને તમે શરીરમાં ઝડપથી વિટામિન B12 વધારી શકો છો.

નિષ્ણાતો અભિપ્રાય

ડાયટિશિયનના જણાવ્યા અનુસાર, શરીરમાં B12 જેવા જરૂરી તત્વોની ઉણપને ફોર્ટિફાઇડ ફૂડ દ્વારા દૂર કરી શકાય છે.

ફોર્ટિફાઇડ ચોખા

આ પ્રકારના ચોખામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેને મર્યાદામાં ખાવાથી શરીરમાં એનિમિયાને રોકવામાં મદદ કરી શકે છે.

શાકાહારી ફુડમાં B12

શાકાહાર ફુડની વાત કરીએ તો, ડેરી ઉત્પાદનો અને મગની દાળ જેવી શાકાહારી વસ્તુઓમાં પણ જોવા સૌથી વધુ B12 જોવા મળે છે. જેમાં તમે દહીં-દૂધ, ચીઝ લઈ શકો છો.

B12ના ખોરાક

શાકાહરી લોકો હંમેશા સવાલ કરે છે કે વિટામીન બી12 માટે હું શું ખાઉં તો તેઓ અંકુરત મગ,પાલક, મશરૂમ, ઓટ્સ સહિતના ફૂડ ખાઈ શકે છે.

B12 લેવલ નિયંત્રિત

શરીરમાં B12ની ઉણપ દૂર કરવા માટે સપ્લીમેન્ટ્સની મદદ લો, જો લેવલ નોર્મલ હોય તો પાલક કે અન્ય વસ્તુઓ ખાવાથી આ લેવલ નિયંત્રિત કરી શકાય છે.

ડુંગળીને સમારતી વખતે શા માટે આંખોમાં આંસુ આવે છે?