સપ્ટેમ્બર મહિનો ભારતના હિલ સ્ટેશનોની મુલાકાત માટે સારો સમય છે. આ સમયે હવામાન પણ આહલાદક હોય છે અને કુદરતી સુંદરતા ચારે કળાઓ ખીલી ઉઠે છે. હિમાલયની ઊંચાઇઓથી લઈને દક્ષિણ ભારતના લીલાછમ પહાડો સુધી, દરેક હિલ સ્ટેશન તમને અનોખો અનુભવ આપશે. આવો જાણીએ વધુમાં
શિમલા તેના તે સમયના જૂના મકાનો અને હિલ સ્ટેશનના માટે ખુશનુમાં વાતાવરણ માટે પ્રખ્યાત છે. શાંત વાતાવરણ અને આસપાસની કુદરતી સૌંદય વચ્ચે આરામ અને હળવાશની પળો માણી શકો છો
મનાલી તેના બરફાચ્છાદિત પર્વતો અને એડવન્ચરસ એક્ટીવીટી માટે જાણીતું છે. ત્યાંનું શાંત વાતાવરણ અને મનમોહક દ્રશ્યો તમને રીફ્રેશ કરી દેશે
દાર્જિલિંગના ચા બગીચાઓ અને વિશાળ હિમાલયના અદ્ભૂત દ્રશ્યો આ સ્થળને એક રોમેન્ટિક ગેટવે બનાવે છે. અહીં હિમાલયન રેલ્વેની સવારી તમારી માટે યાદગાર બની રહેશે
મુન્નારના લીલાછમ ચાના બગીચા અને ઠંડા વાતાવરણ તેને આરામદાયક હોલિડેઇ માટે એક પરફેક્ટ ટુરીસ્ટ ડેસ્ટીનેશન બનાવે છે. ત્યા સ્પાઇસ પ્લાન્ટેશન્સ અને હાઈકિંગના ઓપ્શન્સ પણ છે જેનાથી તમે વચ્ચે સુંદર સમય પસાર કરી શકો છો
નૈનીતાલનું નૈની તળાવ અને આસપાસના પર્વતોની સુંદરતા આ સ્થાનને એક રોમેન્ટિક બનાવે છે. બોટ રાઈડીંગ અને કુદરતના સુંદર દ્રશ્યોનો આનંદ લેવા માટે આ સ્થળ બેસ્ટ છે.
શિલોંગના હરિયાળું લીલા પર્વતો અને સુંદર તળાવો તમારું મનમોહી લે તેવા છે. અહીં શાંતિ અને સ્થાનિક સંસ્કૃતિની અનુભવ કરી શકો છો.
ઉટી તેના શાંત બોટનિકલ ગાર્ડન, લીલાછમ ટેકરીઓ અને નીલગીરી માઉન્ટેન રેલ્વે માટે જાણીતું છે. અહીંનું ઠંડુ વાતાવરણ અને કુદરતી સૌંદર્ય આરામદાયક સમય પસાર કરવાની તક આપે છે