ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી સુપરહિટ છે. આ બંનેની આખી દુનિયામાં ચર્ચા છે.
હાલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વર્ષ 2007માં ડેબ્યૂ કર્યું છે. જ્યારે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 2008માં ડેબ્યૂ કર્યું હતું.
રોહિત શર્માનું નામ હાલમાં ક્રિકેટના મેદાન પર ખૂબ જ લોકપ્રિય છે.આજે અમે તમને રોહિતના 5 રેકોર્ડ વિશે જણાવીશું, જેને તોડવા વિરાટ કોહલી માટે મુશ્કેલ બની શકે છે.
ODI ક્રિકેટમાં સૌથી લાંબી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિતે 2014માં શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર રોહિત શર્મા છે. રોહિત શર્માએ કુલ 483 મેચમાં 620 સિક્સર ફટકારી છે.
T20 વર્લ્ડ કપ જીતનાર રોહિત શર્મા સૌથી મોટી ઉંમરનો કેપ્ટન છે. આ યાદીમાં વિરાટ કોહલીનું નામ નથી.
ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન રોહિત શર્મા છે. રોહિત શર્માએ 2019માં યોજાયેલા ODI વર્લ્ડ કપમાં કુલ 5 સદી ફટકારી છે.
T20Iમાં સૌથી વધુ 5 સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન રોહિત શર્મા છે.
રમત ગમત સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.