વન ડે ક્રિકેટમાં માત્ર 1 રન માટે સદી ચૂકી ગયા છે આ ખેલાડીઓ, જાણો


By Vanraj Dabhi12, Aug 2024 01:00 PMgujaratijagran.com

99 પર આઉટ છે

99 રને આઉટ થવાનું દુઃખ દરેક લોકો સમજી શકે છે. આને દુર્ભાગ્ય પણ કહી શકાય, આજે અમે એવા બેટ્સમેનો વિશે વાત કરીશું.

સદી ફટકારવાનં ચૂકી ગયા

આપણે બધા જણીએ છીએ કે 99 રન પર આઉટ થવાનો રેકોર્ડ ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા ચસિન તેંડુલકર પાસે છે, આજે અમે તમને એવા ભારતીય બેટ્સમેનો વિશે જણાવીશું જેઓ ODIમાં માત્ર 1 રન માટે સદી ચૂકી ગયા છે.

કૃષ્ણમાચારી શ્રીકાંત

કૃષ્ણમાચારી શ્રીકાંત 1984માં કટક ખાતે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ODI ઇન્ટરનેશનલમાં 99 રનમાં આઉટ થનાર પ્રથમ ભારતીય હતો.

માઈક ગેટિંગે LBW કર્યો હતો

કૃષ્ણમંચરી શ્રીકાંતને માઈક ગેટિંગએ LBW પર આઉટ કર્યો હતો.

વીવીએસ લક્ષ્મણ

વેસ્ટ ઈન્ડિઝ સામે નાગપુરમાં રમાયેલી મેચમાં વીવીએસ લક્ષ્મણ 99 રન પર આઉટ થયો હતો.

ક્રિસ ગેલએ આઉટ કર્યા

ક્રિસ ગેલે સ્ટમ્પમાં બોલ થ્રો કરીને લક્ષ્મણને 99 રન પર આઉટ કર્યો હતો.

રાહુલ દ્રવિડ

દ્રવિડ 2004માં કરાચી ખાતે પાકિસ્તાન સામેની ODI મેચમાં 99 રન પર આઉટ થયો હતો.

યાદગાર ઇનિંગ્સ

રાહુલ દ્રવિડે 104 બોલની ઇનિંગમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગ તેના માટે યાદગાર બની ગઈ હતી.

વાંચતા રહો

ક્રિકેટ સંબંધિત તમા મોટા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જાણો, ICC ODI રેન્કિંગની યાદીમાં વિશ્વના ક્યાં 10 બોલરનો સમાવેશ થયો