વિનોદ કાંબલી અને તેમની પત્ની એન્ડ્રિયા હેવિટ કેટલું ભણેલા છે ?


By Kajal Chauhan19, Dec 2024 12:16 PMgujaratijagran.com

વિનોદ કાંબલી સંપત્તિ

વિનોદ કાંબલી આર્થિક સ્થિતિ અને પોતાની હેલ્થને લઈને ચર્ચામાં છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી એક સમયે કરોડોના માલિક હતા, પરંતુ આજે તેઓ બીસીસીઆઈના પેન્શન પર જીવે છે.

અભ્યાસ

ચાલો જાણીએ કે વિનોદ કાંબલી અને તેની બીજી પત્ની એન્ડ્રીયા હેવિટે ક્યાં સુધી અને ક્યાંથી અભ્યાસ કર્યો છે.

બે લગ્ન

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ બે લગ્ન કર્યા હતા. તેના બીજા લગ્ન મુંબઈની જાણીતી મોડલ એન્ડ્રિયા હેવિટ સાથે થયા હતા.

વિનોદ કાંબલીનો અભ્યાસ

ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ 10મા ધોરણ સુધીનો અભ્યાસ શારદાશ્રમ વિદ્યા મંદિર દાદર, મુંબઈથી કર્યો છે. તેમની બીજી પત્ની એન્ડ્રીયા હેવિટ કાંબલી કરતાં વધુ શિક્ષિત છે.

એન્ડ્રીયા હેવિટનો અભ્યાસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયા હેવિટે મુંબઈ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

જાણીતી મોડલ છે એન્ડ્રિયા હેવિટ

એન્ડ્રિયા હેવિટ મુંબઈની એક સમયે લોકપ્રિય મોડલ હતી. અખબારો અને મેગેઝીનમાં તે પ્રથમ પાનાની શોભા હતી.

IPL Coaches 2025 List: IPLમાં રમનારી કુલ 10 ટીમોના હેડ કોચની યાદી