IPL Coaches 2025 List: IPLમાં રમનારી કુલ 10 ટીમોના હેડ કોચની યાદી


By Vanraj Dabhi01, Dec 2024 02:54 PMgujaratijagran.com

IPL 2025

દરેક ક્રિકેટનો ચાહક ઈન્ડિયન પ્રીમિયર લીગ જોવા માટે આતુર હોય છે, આ વર્ષની આઈપીએલના ખેલાડીઓની હરાજી થઈ ગઈ છે, હવે શરૂઆત થવાની રાહ જોવાઈ રહી છે.

મુખ્ય કોચ

દરેક લોકોને આઈપીએલના કેપ્ટન વિશે તો ખબર હોય છે, આજે અમે તમામ ટીમના હેડ કોચ વિશે જણાવીશું.

મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્દને છે, જ્યારે બેટિંગ કોચ કિરોન પોલાર્ડ અને બોલિંગ કોચ લસિથ મલિંગા અને પારસ મ્હામ્બ્રે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ છે, જ્યારે બેટિંગ કોચ માઈકલ હસી છે.

ગુજરાત ટાઇટન્સ

ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નેહરા છે. જ્યારે બેટિંગ કોચ પાર્થિવ પટેલ છે.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સના હેડ કોચ રાહુલ દ્રવિડ છે જ્યારે બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ શેન બોન્ડ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ

સનરાઇઝર્સ હૈદરાબાદના હેડ કોચ ડેનિયલ વેટોરી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હેડ કોચ એન્ડી ફ્લાવર છે જ્યારે બેટિંગ કોચ દિનેશ કાર્તિક અને બોલિંગ કોચ ઓમકાર સાલ્વી છે.

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સના હેડ કોચ જસ્ટિન લેંગર છે અને આસિસ્ટન્ટ કોચ લાન્સ ક્લુઝનર/જોન્ટી રોડ્સ છે તેમજ મેન્ટોર તરિકે ઝહીર ખાન છે.

દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સના હેડ કોચ હેમાંગ બદાણી છે, જ્યારે બોલિંગ કોચ મુનાફ પટેલ છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સના હેડ કોચ ચંદ્રકાંત પંડિત છે, જ્યારે બેટિંગ કોચ અભિષેક નાયર તેમજ બોલિંગ કોચ ભરત અરુણ અને મેન્ટોર ડ્વેન બ્રાવો છે.

પંજાબ કિંગ્સ તેમજ

પંજાબ કિંગ્સના હેડ કોચ રિકી પોન્ટિંગ છે જ્યારે બોલિંગ કોચ ચાર્લ લેંગવેલ્ડટ અને સુનીલ જોશી તેમજ આસિસ્ટન્ટ કોચ બ્રાડ હેડિન છે.

IND vs NZ: ટેસ્ટ શ્રેણીમાં 50 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો