ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં 50 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.
આ રેકોર્ડ 3 કે તેથી ઓછી ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય બેટ્સમેનો દ્વારા સૌથી વધુ સંખ્યામાં શૂન્ય પર આઉટ થવાનો છે.
ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલ ટેટ઼સ્ટ શ્રેણીમાં અત્યાર સુધી 13 ભારતીય બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા છે જે એક નવો રેકોર્ડ છે.
આ અગાઉ 1974માં ઈંગ્લેન્ડ સામેની રમાયેલી શ્રેણીમાં 12 ભારતીય બેટ્સમેન શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ હતો.
1999-2000માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં 10 બેટ્સમેન શૂન્ય થયા હતા.
2021-22માં સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં પણ માત્ર 10 ભારતીય બેટ્સમેન શૂન્ય હતા.
હાલ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત 0-2થી પાછળ છે.
રમત ગમત સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.