વિદ્યા બાલન ભૂલભુલૈયા 3 ફિલ્મને લઈને ચર્ચામાં છે. જેમાં તેઓ ઘણા સ્લીમ દેખાઈ રહ્યા છે. જાણો કેવી રીતે તેમણે તેમનું વજન ઓછું કર્યું.
એક ઈન્ટરવ્યુમાં વિદ્યા બાલને કહ્યું કે પહેલા મેં વજન ઘટાડવાની ઘણી કોશિશ કરી, ડાઈટ ફોલો કર્યું, એક્સરસાઈઝ કરી પરંતુ વજન ઓછું જ થતું ન હતું.
હું ચેન્નઈમાં એક ન્યુટ્રીશનલ ગ્રુપને મળી તેમણે કહ્યું કે આ ચરબી નથી પરંતુ ઈન્ફેમેશન છે. પછી તેમણે મને એક ડાઈટ સજેસ્ટ કર્યું.
આ ડાઈટને ફોલો કરવાથી મારું વજન કશું કર્યા વિના ઓછું થતું રહ્યું. મને અત્યાર સુધી ખબર ન હતી કે મને પાલક અને રોટલી શૂટ નથી થતું.
શાકભાજી આપણા માટે જરુરી હોય છે પરંતુ આપણને એ ખબર હોવી જોઈએ કે કઈ શાકભાજી આપણા માટે યોગ્ય છે.