ફ્લાવરને ખૂબ જ ફાયદાકારક શાકભાજી માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો માટે સમસ્યા પેદા કરી શકે છે, ચાલો જાણીએ કોણે ફ્લાવરનું સેવન ન કરવું જોઈએ.
ફ્લાવરમાં વિટામિન C, એન્ટીઓક્સીડેન્ટ,કેલ્શિયમ, પ્યુરિન, અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.
જે લોકોને થાઈરોઈડની સમસ્યા હોય તેમણે ફ્લાવરનુ સેવન ના કરવું જોઈએ. કારણ કે તે T3 અને T4 હોર્મોન્સના સ્તરને અસર કરે છે.
ફાઈબરથી ભરપૂર ફ્લાવરનુ સેવન પેટમાં ગેસ, અપચો અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ વધી શકે છે.
જે લોકોને કીડની સ્ટોનની સમસ્યા હોય, તમને ફ્લાવર ના ખાવું જોઈએ, કારણ કે તે કેલ્શિયમ અને ઓક્સાલેટને વધારી શકે છે, જેની પથરીની વૃદ્ધિ થઈ શકે છે.
હાઈ યુરિક એસિડથી પીડીત લોકોએ મર્યાદિત માત્રામાં જ ફ્લાવર ખાવું જોઈએ. ફ્લાવરમાં સારી માત્રામાં પ્યુરિન જોવા મળે છે જે યુરિક એસિડને વધારે છે.
કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જે મહિલાઓ સ્તન કેન્સરની સમસ્યાથી પ્રભાવિત છે તેઓએ ફ્લાવર ના ખાવું જોઈએ તેમના માટે તે હાનિકારક છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.