આપણે સૌને ખ્ચાલ છે કે પાણી આપણા શરીર માટે કેટલું જરુરી છે પણ પાણી ખોટી રીતે પીવામાં આવે તો તેના શરીરમાં ફાયદા કરતા નુકશાન થવાની શકયતા વધુ હોય છે.
પ્લાસ્ટિકની દરેક વસ્તું ઘણા બધા હાનિકારક કેમિકલનું મિશ્રણ કરી બનાવવામાં આવતી હોય છે. આ જ કારણે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાનું ટાળવું એ આપણા સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. આજે જાણીએ કેમ પ્લાસ્ટિકની બોટલનું પાણી ન પીવું જોઈએ.
પ્લાસ્ટિકની બોટલમાં ખૂબ જ ખતરનાક એવું બીપી કેમિકલ રહેલું હોય છે. આ કેમિકલ ના કારણે જો તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવો છો તો તમારા શરીર પર તેની ખરાબ અસર થાય છે.
પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાના એક-બે નુકશાન નથી પણ તેના અનેક નુકશાનો રહેલા છે. તેમા રહેલા અનેક જીવલેણ કેમિકલોને કારણે પ્લાસ્ટિકની બોટલનું પાણી હાનિકારક છે.
જો તમે વધતા વજનથી ચિંતત છો તો તમારે ભૂલથી પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન પીવું જોઈએ કારણ કે તમને જાણીને આશ્રય થશે પણ એ વાત સાચી છે કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી શરીરનું વજન વધે છે.
પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી શરીરમાં હાઈપોથાયરાયડિજ્મ જેવા ભયાનક રોગોને આમંત્રણ આપવા સમાન સાબિત થઈ શકે છે.
લિવરના સ્વાસ્થ્ય માટે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું જરાં પણ યોગ્ય નથી. પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી લિવરને નુકશાન થાય છે.