વાસ્તુ અનુસાર ઘરમાં કે છત પર પીપળનું ઝાડ ઉગી જાય તો અશુભ માનવામાં આવે છે. જોકે હિન્દુ ધર્મમાં તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉજ્જૈનનાં પંડિત જ્યૌતિષાચાર્ય કૈલાશ નારાયણ શર્મા પાસેથી જાણીએ કે બહાર પૂજા કરવામાં આવતા પીપળાનું ઝાડ ઘરમાં ઉગી જાય તો શું કરવું જોઈએ.
પંડિતજીના કહ્યા અનુસાર પીપળાનું ઝાડ ઘરમાં અથવા ઘરની બહાર ઉગી જાય તો આ બન્ને પરિસ્થિતિઓમાં તેને શુભ માનવામાં આવતુ નથી.એટલું જ નહીં જો પીપળાનું ઝાડ ઘરની છત પર ઉગી જાય તો પણ અશુભ માનવામાં આવે છે.
પીપળાનું ઝાડ ઘરની છત પર ઉગી જાય તો ઘરના લોકોનો વિકાસ અટકી પડે છે ઉપરાંત સુખ શાંતિનો નાશ થાય છે.
પીપળાનું ઝાડ ઘરમાં ઉગી જાય તો એને તરત કાપીને ફેંકશો નઈ તેનાથી પાપ લાગે છે. તેની 45 દિવસ પૂજા કરો અને કાચુ દૂધ ચઢાવો.ત્યારબાદ તેને જડમાંથી ઉખાડી કોઈ ખાલી જગ્યા પર લગાવી દો.
પૂજા પાઠ કર્યા વગર પીપળાનાં ઝાડનો નિકાલ કરવામાં આવે તો પિતૃઓને કષ્ટ થાય છે. તો તેની વિઘીવત પૂજા પાઠ કરી કૂંડામાં મૂકી મંદિરમાં મૂકી આવો.
પીપળાનાં ઝાડમાં બઘા જ દેવી દેવતાઓનો વાસ હોય છે. એવામાં જો તેને ઉખાડીને ફેંકવામાં આવે તો તે દેવી દેવતાઓનું અપમાન થયું ગણાશે તો આવુ કરવાથી ટાળો અને પૂજા પાઠ કરીને જ તેનું સ્થાન બદલો.
જો તમારા ઘરમાં પીપળાનું ઝાડ ઉગી જાય તો પંડિતજીના કહ્યા અનુસાર જ તેનું સ્થાન બદલો.