આપણા દેશમાં નાગરવેલના પાન ખાવાની પરંપરા અને શોખ વર્ષોથી ચાલતો આવે છે. નાગરવેલના પાનનો ઉપયોગ પૂજા-પાઠમાં તો થાય છે, પરંતુ તેને બજારમાંથી ખરીદીને તેને ખાવામાં આવે છે. એવામાં જો તમને બજારમાંથી નાગરવેલનું પાન ખરીદવું મોંઘું પડે છે તો તમે આ ટીપ્સની મદદથી ઘરે નાગરવેલનો છોડ ઉગાડી શકો છો.
તમે નાગરવેલના છોડને બીજ અથવા કંટીગ કોઈ પણ રીતે ઉગાડી શકો છો. તમે ખૂબ જ સરળતાથી આ રીતે ઘરે છોડ ઉગાડી શકો છો.
સૌપ્રથમ માટીને સારી રીતે ખોદી નાખો ત્ચારબાદ તેને તડકામાં રાખો.
ખોદેલી માટીમાં ખાતર નાખી તેને મિક્સ કરી લો. માટીમાં ખાતર મિક્સ કરી તેને એક કૂંડામાં ભરો આ રીતે માટી નરમ થઈ જશે અને ખાતરમાં ભળી પણ જશે.
હવે પછી બીજને કૂંડામાં 2 થી 3 ઈંચ અંદર દબાવો પછી તેના પર થોડી બીજી માટી નાખો અને ત્ચારબાદ ધીમી ધારે પાણીનો છંટકાવ કરો.
નાગરવેલના છોડના કૂંડાને એવી જગ્યા પર રાખો જ્યાં તેને પૂરતો તડકો મળી રહે.
તમારે માટીની સાથે સાથે ખાતર પર પણ ધ્યાન આપવાનું છે, તેના માટે તમે તેમા છાણ પણ ઉમેરી શકો છો. તમારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું ટાળો.
તમે જૈવિક અથવા કંપોસ્ટ ખાતરનો ઉપયોગ કરી શકો છો. તમે કંટીગ લગાવી છોડની સાર સંભાળ રાખવાનું તથા પાણી આપવાનું ન ભૂલો.