ડુંગળીના અથાણાની રેસીપી : શું તમે ક્યારેય ડુંગળીનું અથાણું બનાવ્યું છે?


By Vanraj Dabhi28, Oct 2023 04:38 PMgujaratijagran.com

આ રીતે ઘરે સરળતાથી બનાવો ડુંગળીનું અથાણું

ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. તેની મદદથી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવી શકાય છે. સાથે જ ઘણા લોકો ડુંગળીનું અથાણું ખાવાનું પણ પસંદ કરે છે. ત્યારે આજે અમે તમને ઘરે જ ડુંગળીનું અથાણું બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ.

અથાણાં માટેની સામગ્રી

ડુંગળી - 1 કિલો, મીઠું - સ્વાદ મુજબ, હળદર-મરચું પાવડર, આમચૂરણ પાવડર,વરિયાળી, કલોંજી બીજ, મેથીના દાણા, જીરું, મીઠો લીમડો, લાલ મરચું, ગોળ.

ડુંગળીનું અથાણા બનાવવાની રીત

આ માટે સૌથી પહેલા નાની ડુંગળી લો અને તેને વચ્ચેથી એવી રીતે કાપી લો કે ડુંગળી અલગ ન પડે.

સ્ટેપ- 1

બધી ડુંગળી બરાબર કાપ્યા પછી અથાણાંનો મસાલો તૈયાર કરો. આ માટે એક બાઉલમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર, આમચૂરણ પાવડર, વરિયાળી અને કલોંજી બીજ નાખો.

સ્ટેપ- 2

હવે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને અથાણાંનો મસાલો બનાવો અને પછી આ મસાલાને કાપેલી ડુંગળીની વચ્ચે સ્ટફ કરો.

સ્ટેપ- 3

બધી ડુંગળીને એક પછી એક મસાલામાં સારી રીતે ભભરાવીને પછી ગેસ પર એક તવો મૂકીને તેને ગરમ કરીને તેલ નાખો.

સ્ટેપ- 4

તેલ ગરમ થયા બાદ તેમાં મેથી, જીરું, મીઠા લીમડાના પાન અને લાલ મરચું નાખીને આ બધી વસ્તુઓને સારી રીતે તળી લો.

સ્ટેપ- 5

હવે આ મિશ્રણમાં ડુંગળી નાખીને પકાવો અને પછી પેનમાં થોડું પાણી અને ગોળ મિક્સ કરો. આ અથાણાને લગભગ 5 મિનિટ સુધી પકાવી લો અને પછી ગેસ બંધ કરી દો.

વાંચતા રહો

આ રીતે તમે ઘરે સરળતાથી ડુંગળીનું અથાણું બનાવી શકો છો, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રેસ્ટોરન્ટ જેવી સ્ટાઈલમાં જ ઘરે નુડલ્સ બનાવો