રેસ્ટોરન્ટ જેવી સ્ટાઈલમાં જ ઘરે નુડલ્સ બનાવો


By Hariom Sharma28, Oct 2023 12:25 PMgujaratijagran.com

ચલો જાણીએ

ક્યારેક ક્યારેક જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય તો ઘરે જ નુડલ્સ બનાવી શકો છો. તેમા પોતાની પસંદીદા શાકભાજી નાખીને મજેદાર બનાવી શકો છો. ચલો જાણીએ રેસ્ટોરન્ટ જેવી સ્ટાઈલમાં જ ઘરે નુડલ્સ કઈ રીતે તમે બનાવી શકો છો.

જરુરી સામગ્રી

નુડલ્સ 1 વાટકો ,પત્તા કોબીજ 2 કપ , ડુંગળી 2 નંગ ,ગાજર 1 નંગ , લીલા વટાણા અડધો કપ , લીલા મરચા 2-3 , શિમલા મરચા 1 નંગ ,લસણ 4-5 કળીઓ ,કાળા મરચાનો પાવડર 1/4, મીઠું સ્વાદ અનુસાર ,ટોમેટો સોસ 1 ચમચ , સોયા સોસ 2 ચમચ, ચીલી સોસ 1 ચ ,તેલ 2-3 ચમચ, વિનેગર 1 ચમચ

સ્ટેપ 1

નુડલ્સ બનાવવા સૌથી પહેલા શાકભાજી બારીક સમારી પછી ધોઈને એક વાટકામાં રાખો.

સ્ટેપ 2

હવે નુડલ્સને બાફવાના છે. તે માટે વાટકામાં પાણી લો અને તેમા થોડું મીઠું અને તેલ નાખો. જ્યારે પાણી ગરમ થઈ જાય પછી તેમા નુડલ્સને તેમા બાફો, બફાઈ ગયા બાદ ચારણીમા ચારી લો

You may also like

આમળા આચાર રેસીપી : માત્ર 10 મિનિટમાં આમળાનું ખાટું મીઠું અથાણું બનાવવાની સ્ટેપ બ

શિયાળાની ઋતુમાં લલિંગ વાળી ચા પીવાથી અઢળક ફાયદા મળે છે, ચાલો જાણીએ

સ્ટેપ 4

થોડીવાર પછી તેમા તીખાનો પાવડર, મીઠું, લાલ મરચાનો પાવડર નાખી હજુ થોડીવાર પાકવા દો. જ્યારે બધા જ શાકભાજી અડઘાથી વધારે પાકી જાય પછી ઉપર જણાવેલ તમામ સોસ નાખી મિક્સ કરો.

સ્ટેપ 5

હવે બાફેલા નુડલ્સને આ મિક્સ કરેલા શાકભાજીમાં નાખી સારી રીતે હલાઈ નાખો. પછી તેમાં વિનેગર નાખી મિક્સ કરો.

સ્ટેપ 6

ટેસ્ટી નુડલ્સ બનીને તૈયાર છે, તેને ગરમ ગરમ પ્લેટમા સર્વ કરો. નુડલ્સને વધારે ટેસ્ટી બનાવવા તેની સાથે વેજ મન્ચુરીયન તથા સૂપ સર્વ કરો.

વેજ નુડલ્સ

તમે પણ ઉપરોક્ત રેસીપીને અનુસરીને વેજ નુડલ્સ ઘરે બનાવો.

શું તમે ક્યારેય મેથી પનીર રેસીપી બનાવી છે? નોંધી લો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ટેસ્ટી મેથી પનીર ઘરે બનાવવાની આ સરળ રીત