શું તમે ક્યારેય મેથી પનીર રેસીપી બનાવી છે? નોંધી લો આ સરળ રીત


By Vanraj Dabhi28, Oct 2023 10:54 AMgujaratijagran.com

રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ઘરે જ બનાવો મેથી પનીર

તમે પનીરની ઘણી રેસીપી તો ખાધી જ હશે પરંતુ શું તમે ક્યારેય ઘરે મેથી પનીર ટ્રાય કર્યું છે? ચાલો આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં મેથી પનીર બનાવવાની રીત વિશે જાણીએ.

સામગ્રી

પનીર - 250 ગ્રામ, ડુંગળી - 1 ઝીણી સમારેલી, લીલા મરચા - 2-3 ઝીણા સમારેલા, આદુ-લસણની પેસ્ટ- 1 ચમચી, ટામેટા- 1-2 સમારેલા, મેથીના પાન - 1 કપ ઝીણી સમારેલી, ધાણા પાવડર - 1 ચમચી, કાજુની પેસ્ટ - અડધો કપ, લાલ મરચું પાવડર - અડધી ચમચી, ગરમ મસાલો - અડધી ચમચી, મીઠું - સ્વાદ મુજબ, તેલ- 3-4 ચમચી, ક્રીમ - અડધો કપ, લવિંગ, એલચી, તમાલપત્ર, તજની લાકડી વગેરે.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો અને પનીરને ક્યુબ્સમાં કાપીને સોનેરી થાય ત્યાં સુધી તળો. પછી તેને બહાર કાઢીને એક બાઉલમાં રાખો.

સ્ટેપ-2

હવે એ જ પેનમાં ફરીથી તેલ ગરમ કરો અને તેમાં લવિંગ, એલચી, તજ, તમાલપત્ર વગેરે નાખીને તેને વઘારો અને પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને સમારેલા લીલા મરચા ઉમેરો.

સ્ટેપ-3

ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તેને ફ્રાય કરો અને જ્યારે ડુંગળી નરમ થઈ જાય ત્યારે તેમાં મેથીના પાન ઉમેરો અને થોડીવાર ધીમી આંચ પર પકાવો.

સ્ટેપ-4

હવે અન્ય મસાલા જેમ કે ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો વગેરે ઉમેરીને તળી લો અને ટામેટાં પણ ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-5

હવે તેને ઢાંકીને થોડીવાર પકાવો, જ્યારે મસાલો તેલ છોડવા લાગે ત્યારે તેમાં કાજુની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરી લો. તમે જરૂર મુજબ પાણી પણ ઉમેરી શકો છો.

સ્ટેપ-6

જ્યારે તે ઉકળવા લાગે અને ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં પનીર નાખો અને તેને મિક્સ કરો અને પછી ઉપર ક્રીમ ઉમેરીને ગાર્નિશ કરો.

વાંચતા રહો

મેથી પનીર તૈયાર છે, હવે તમે તેને નાન, રોટલી, ચપાતી વગેરે સાથે સર્વ કરી શકો છો. રેસીપી ગમે તો શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સરકારે બાસમતી ચોખાના લઘુત્તમ નિકાસ મૂલ્ય ઘટાડી 950 ડોલર પ્રતિ ટન કર્યું