બાસમતી ચોખાની વધારે કિંમતને લીધે નિકાસને અસર થવાની ચિંતા વચ્ચે સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે લઘુત્તમ મૂલ્ય 1,200 ડોલર પ્રતિ ટનથી ઘટાડીને 950 ડોલર પ્રતી ટન કરી છે.
પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાની ગેરકાયદેસર નિકાસ પર નિયંત્રણ મુકવા 1,200 ડોલર પ્રતિ ટનથી ઓછા મૂલ્યવાળી બાસમતી ચોખાની નિકાસને મંજૂરી આપી ન હતી.
કિંમતની દ્રષ્ટિએ નાણાકીય વર્ષ 2022-23માં ભારતની બાસમતી ચોખાની કુલ નિકાસ 4.8 અબજ ડોલર રહી, જ્યારે પ્રમાણની દ્રષ્ટિએ તે 45.6 લાખ ટન હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોખાનું ઉત્પાદન વર્ષ 2022-23માં વિક્રમજનક 13 કરોડ 57.5 લાખ ટન થવાનો અંદાજ છે, જે એક વર્ષ અગાઉ આ ઉત્પાદન 12 કરોડ 94.7 લાખ ટન હતું.