EPFOની રોકાણની રકમનું કુલ ભંડોળ નાણાકીય વર્ષ 2023માં 16.7 ટકાની વૃદ્ધિ સાથે 21.3 લાખ કરોડ થયું છે, જે નાણાકીય વર્ષ 2022માં 18.3 લાખ કરોડ હતું.
સામાજીક સુરક્ષા સંગઠનની કુલ રોકાણલાયક રકમ છેલ્લા 5 વર્ષમાં આશરે બે ગણી થઈ ગઈ છે. વર્ષ 2018-19માં કુલ ભંડોળ 11.1 લાખ કરોડ હતું.
નાણાકીય વર્ષ દરમિયાન EPFOએ પોતાની મોટાભાગનું રોકાણ રાજ્ય વિકાસ ઋણમાં કર્યું છે. તેનો ઉપયોગ રાજ્ય સરકારે તેની રાજકોષિય ખાદની ભરપાઈમાં કરી છે.
સંગઠનના જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના કોર્પોરેટ બોન્ડમાં 15.5 ટકા, કેન્દ્ર સરકારની જાહેર ખાતામાં 10.1 ટકા રોકાણ છે. છેલ્લા કેટલાક વર્ષમાં સબ્સ્ક્રાઈબર વધ્યા છે.