કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ભારત જાપાન વચ્ચે સેમીકન્ડક્ટર સપ્લાઈન જાળવી રાખવા માટેની એક સમજૂતીને મંજૂરી આપી છે.
આ અંતર્ગત ઉદ્યોગ માટે સંશોધન અને વિકાસ, વિનિર્માણ, ડિઝાઈન અમને પ્રતિભા વિકાસ પર ધ્યાન આપવામાં આવશે.
આ એમઓસી અંગે આ વર્ષના જુલાઈમાં હસ્તાક્ષર થયા હતા. તેનો ઉદ્દેશ બન્ને દશોની સરકારો અને બિઝનેસ ટુ બિઝનેસ ભાગીદારી વિકસિત કરવામાં સહયોગ કરવાનો છે. જેમા સેમીકન્ડક્ટર પુરવઠાને મજબૂતી મળશે.
જાપાન સરકાર દ્વારા સમર્થિત સેમીકન્ડક્ટર વેન્ચર રેપિડ્સની ભૂમિકા નવી ભાગીદારીમાં મહત્વની હોઈ શકે છે. આ સંગઠનને ટોએટા મોટર કોર્પ અને સોની ગ્રુપ કોર્પ સહિત 8 દિગ્ગજ જાપાની કોર્પોરેશન દ્વારા 2022માં ફંડ ઉપલબ્ધ કરાવેલ હતું.