વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2024માં ભારતનો GDP 6.3 ટકા રહેવાનો અંદાજ છે. ઓક્ટોબરના ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટની માહિતી પ્રમાણે અગાઉનો અંદાજ યથાવત છે.
વર્લ્ડ બેન્કના મતે નાણાકીય વર્ષ 2025માં ભારતનો વિકાસ દર 6.4 ટકા અને નાણાકીય વર્ષ 2026માં 6.5 ટકા રહેવાનો અંદાજ છે.
જોકે, વર્લ્ડ બેન્કે એપ્રિલ અપડેટમાં ભારતનો ફુગાવાનો દર 5.2 ટકાથી વધારી 5.9 ટકા કર્યો છે. નાણાકીય વર્ષ 2025માં ફુગાવો 4.7 ટકા રહેવાનો અંદાજ છે.
ઘઉં અને ચોખા જેવા ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારો થવાને લીધે જુલાઈમાં ભારતમાં છૂટક ફુગાવો વધીને 7.8 ટકા રહ્યો છે. તે જૂનમાં 4.87 ટકા હતો. જોકે ઓગસ્ટમાં ફુગાવાનો દર ઘટીને 6.83 ટકા રહ્યો હતો.