દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતૃપક્ષ પૂર્ણ થતાની સાથે નવરાત્રીનો પ્રારંભ થાય છે. ચાલો જાણીએ કળશની સ્થાપના માટેનો શુભ સમય અને પૂજાની વિધિ વિશે.
નવરાત્રીના 9 દિવસ સુધી માઁ દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને 23મી ઓક્ટોબર સુધી ચાલશે.
શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કળશ સ્થાપના માટેનો શુભ સમય 5 ઓક્ટોબરના રોજ 11.44 થી 12.30 વચ્ચે રહેશે.
કળશ સ્થાપિત કરવા માટે 44 મિનિટનો સમય હશે. અમાસના દિવસે અને રાત્રે ભૂલથી પણ ઘટસ્થાપન ન કરવું. આમ કરવું અશુભ માનવામાં આવે છે.
ઘટસ્થાપન માટે 7 વિવિધ પ્રકારના અનાજ, માટી કે પિત્તળનો નાનો કળશ, ગંગાજળ, અત્તર, કલવ, સોપારી, કળશમાં રાખવા માટે સિક્કો, 5 આંબળા અથવા આશોપાવના પાન, અક્ષત અને નારિયેળ, ગલગોટાના ફૂલ, લાલ કાપડ, દૂર્વા ઘાસ વગેરે જેવી વસ્તુઓની જરૂર પડશે.
કળશ સ્થાપન કરવા માટે માટીનું વાસણ લો. વાસણમાં માટી નાખો અને તેમાં અનાજ નાખો. માટીના ત્રણ સ્તર બનાવો અને તેમાં થોડું પાણી ઉમેરો.
કળશને ગંગાજળથી ભરી દો અને કલવ બાંધો. આ પાણીમાં અક્ષત, સોપારી અને સિક્કો નાખો. આ કળશની કિનારે 5 આંબા અથવા આશોપાલવના પાન મૂકો.
કળશની સ્થાપના કરવા માટે નારિયેળ પર લાલ કપડું બાંધીને તેને કલવથી લપેટીને કળશ પર મૂકો. આ કળશને સ્થાપન કર્યા પછી 9 દિવસ સુધી ખસેડવાનો નથી. તેમજ લોકો 9 દિવસ સુધી અખંડ જ્યોતિ પણ પ્રગટાવે છે.
ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.