ભારતની ઓઈલ કંપનીઓએ જુલાઈમાં 219 લાખ ટન ક્રુડ ઓઈલને રિફાઈન કર્યું છે, જે જુલાઈ 2022ના 214.2 લાખ ટનની તુલનામાં 2.2 ટકા વધારે છે.
PSU કંપની જાહેર ક્ષેત્રની અને સંયુક્ત સાહસ કંપનીઓએ 147 લાખ ટન ક્રુડ ઓઈલનું રિફાઈનિંગ કર્યું છે. જુલાઈ મહિનામાં ઘરેલુ ક્રુડ ઓઈલનું ઉત્પાદન ગયા વર્ષની સમાન અવધીની તુલનામાં 2.1 ટકા વધી 25 લાખ ટન થયું છે.
ગયા મહિને જૂનના 24.3 લાખ ટનની તુલનામાં ઉત્પાદનમાં 2.8 ટકાનો વધારો થયો છે. 25 લાખ ટન પૈકી સરકારી કંપની ONGCએ 16.2 લાખ ટન ઉત્પાદન કર્યું છે જ્યારે OILએ 2.8 લાખ ટન ઉત્પાદન કર્યું છે.
ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં જુલાઈ મહિનામાં ક્રુડ ઓઈલની આયાત 6.3 ટકા ઘટી 193.2 લાખ ટન થયું છે. શરૂઆતના 4 મહિનામાં ક્રુડ ઓઈલની આયાતનું પ્રમાણ ફક્ત કુલ 2.3 ટકા ઓછું થઈ