US ડોલર સામે પાકિસ્તાનના રૂપિયામાં સતત ત્રીજા દિવસે પીછેહઠ જોવા મળી રહી છે અને રૂપિયાનું મૂલ્ય 300થી પણ નીચે ગગડી ગયું છે. બુધવારે US ડોલર સામે પાકિસ્તાનના રૂપિયાનું મૂલ્ય 299.6 પર બંધ રહ્યો હતો.
પાકિસ્તાનમાં રાજકિય અસ્થિરતા તથા સતત વધી રહેલા દેવાની સ્થિતિને પગલે આર્થિક મોરચે તેની કમર તૂટી રહી છે.
બજારના નિષ્ણાતોનું માનવું છે કે વિશ્વ બેંક તરફથી પાકિસ્તાનને ખાસ આર્થિક રાહત મળી નથી તથા ઘરઆંગણે રાજકીય અસ્થિરતાની રૂપિયાના મૂલ્ય પર સ્પષ્ટપણે અસર થતી જોવા મળી રહી છે.
આ ઉપરાંત પાકિસ્તાનમાં વિદેશી હૂંડિયાણની સ્થિતિ પણ ઘેરી બની શકે છે. તથા ફુગાવાનો દર પણ સામાન્ય પ્રજાજનો માટે અસહ્ય જોવા મળી રહ્યો છે.