સુજીનો હલવો તો લગભગ બધાએ ખાધો જ હશે.પરંતુ શું તમે ક્યારેય ચણાના લોટનો હલવો ખાધો છે, નહીં ને તો આવો જાણીએ તેને બનાવવાની સરળ રીત.
ચણાનો લોટ,દૂધ,ખાંડ,ઘી,એલચી,પિસ્તા.
ચણાના લોટનો હલવો બનાવવા માટે સૌથઈ પહેલા 1 કપ દૂધમાં 1 કપ ચણાનો લોટ નાખીને બરાબર હલાવીને ચીકણુ મિશ્રણ બનાવી લો.
આ મિશ્રણને 5 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો.પછી તેમાં એક ચમચી પિસ્તા અને બારીક ખાંડેલી એલચી ફોરતા કાઢીને પાવડર તૈયાર કરો.
હવે એક પેનમાં ઘી નાખીને તેને ગરમ કરો, તે ઓગળવા લાગે પછી એક ચમચી ઘી અલગ કાઢીને રાખો.
ઘી વાળા પેનમાં ચણાના મિશ્રણને નાખીને મિક્સ કરી લો અને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.
હવે તેને મધ્યમ તાપ પર સત્તત હલાવતા હલાવત પકાવો. લગભગ 15 મિનિટ પછી તે ગોલ્ડ થઈ જશે.પછી તેમાં એક કપ ખાંડ અને પાણી નાખો.
આ મિશ્રણ કઠળ ન થાય ત્યાં સુધી પકાવો.પછી ગેસ બંધ કરી દો અને ચણાના લોટનો ગરમા ગરમ હલવો પીરસો.
આ રીતે તમે પણ ઘરે સરળતાથી ચણાના લોટનો હલવો બનાવી શકો છો, આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.