પરસેવો નીકળવો સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદાકારક


By Hariom Sharma13, Aug 2023 09:00 AMgujaratijagran.com

ગરમીમાં પરસેવો આવવો સામાન્ય વાત છે. પરસેવો આવવાથી આપણને ઘણા લાભ થાય છે. શરીરમાં પરસેવો થવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.

સ્કિન માટે

પરસેવો આપણા શરીરમાં એક નેચરલ ગ્લો આપે છે. આ બોડીમાં બ્લડ સર્ક્યુલેશનના કારણે વધુ ચમક આપે છે.

વાળ માટે

પરસેવો સ્કિન જ નહીં પરંતુ વાળને પણ સ્વસ્થ રાખે છે. જ્યારે વાળના સ્કેલ્પમાં પરસેવો થાય છે, તો છીદ્ર ખૂલી જાય છે. આ વાળના વિકાસ માટે સારું હોય છે.

નેચરલ ક્લિંઝર

પરસેવાથી સ્કિનના રોમ છીદ્ર ખૂલી જાય છે, અને શરીરની તમામ ગંદકી અને બેક્ટેરિયા બહાર નીકળી જાય છે. આ ચહેરાને સાફ કરવામાં પણ મદદ કરે છે.

ઊંઘ માટે

કસરત કરવાથી શરીરમાં પરસેવો થાય છે જેના કારણે શરીરમાં એન્ડોર્ફિન નામના હોર્મોનની માત્રા વધી જાય છે. આનાથી ઊંઘ પણ સારી આવે છે.

ઈમ્યૂનિટી માટે

પરસેવો શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. આનાથી આપણું શરીર હમેશાં સ્વસ્થ રહે છે.

ડિટોક્સિફિકેશન

પરસેવો આવવાથી શરીરમાં ઘણા વિષેલા પદાર્થો બહાર નીકળે છે. આ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વજન ઘટાડે

પરસેવો આવવાથી શરીરમાં રહેલી વધારાની કેલેરી બર્ન થાય છે. શરીરમાં કેલેરીને ઘટવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

પેટની ચરબી ઘટાડવા અને પાતળી કમર માટે કરો આ 7 ઉપાય