બોડી ફેટ ઘટાડવા તમે કસરતથી લઇને ડાયેટિંગ સુધીનો સહારો લઇ શકો છો. આ કર્યા પછી પણ જો તમને સફળતા નથી મળતી તો, જાણો ચરબી ઘટાડવા અને કમરને પાતળી કરવા શું કરવું જોઇએ.
આને પીવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે, અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. વેટ લોસ કરવા માટે તમે દરરોજ લીંબુ પાણી પી શકો છો.
પેટની ચરબી ઘટાડવા અને પાતળી કમર માટે તમે ગ્રીન ટીનું સેવન કરી શકો છો. આ પોલીફેનોલ્સથી ભરપૂર હોય છે, જેનાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે.
બ્લેક ટીનું સેવન કરવાથી મેટાબોલિઝમમાં વધારો થાય છે. આ ફ્લેવોનોઇડ્સની ગુણોથી ભરપૂર હોય છે. આ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
ફળોમાં ભરપૂર માત્રામાં પાણી અને પોષકતત્ત્વો હોય છે. સાથે જ આ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આનાથી પેટની ચરબી ઘટે છે.
વેટ લોસ માટે સ્પ્રાઉટ્સ ખાવ. આમાં ભરપૂર માત્રામાં ફાયબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
ડાઇટરી ફાયબરના ગુણોથી ભરપૂર નારિયળ પાણીને તમે સવારે ખાલી પેટ પી શકો છો. આને પીવાથી વજન ઘટી શકે છે.
તમે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકુ પાણી પીવો. આનાથી તમારા શરીરના દરેક ઝેરી પદાર્થ બહાર નીકળી જશે. આ વેટ લોસમાં પણ મદદ કરશે.